ભરૂચમાં જે.બી.કેમીકલ અને ફાર્માસ્યુટિકલ લી.માં કામદારનું મોત નીપજતા શોકની લાગણી છવાઈ ગઈ છે. બનાવની વિગત મુજબ અંકલેશ્વરની પાનોલી જીઆઇડીસીમાં આ બનાવ બન્યો હતો. પ્રોડક્શન ડિપાર્ટમેન્ટમાં કામદાર અચાનક બેભાન થઈ ગયો હતો. સારવાર અર્થે કામજદારને તાત્કાલિક જયાબેન મોદી હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જાકે સારવાર દરમિયાન કામદારનું મોત નીપજ્યું હતું.
તપાસમાં કામદાર મુળ ડેડીયાપાડાનો રહેવાસી હોવાનું બહાર આવ્યું હતું. આ અંગે પોલીસને જાણ કરાતા પોલીસે મૃતદેહનો કબજા મેળવ્યો હતો. બાદમાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો હતો. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ કામદારના મોતનું સાચુ કારણ સામે આવશે, એમ પોલીસે કહ્યું હતું.