(એ.આર.એલ),ભરૂચ,તા.૬
ભરૂચના આમોદના કોલવણા ગામની સીમમાંથી જેટકો કંપનીની ૨૨૦ કે.વી ગવાસદ – સુવા ગામની હેવી વીજ લાઇન પસાર થાય છે.ટાવર પરથી કંડકટર નીચે આવી જતા તેનું સમારકામ ચાલી રહ્યુ હતુ.આ સમયે ૮૬ નંબર ના ટાવર પર ચાર – પાંચ કર્મીઓ તેઓની કામગીરી કરી રહ્યા હતા ત્યાંજ એકાએક ટાવર અેંગલમાંથી તૂટી પડતા કામ કરી રહેલા મહેશ અભેસંગ ગોહિલ દબાઈ જતા તેમને ગંભીર ઇજા પહોંચતા તેમનું મોત નિપજ્યું હતું.આ બનાવમાં ર ઈજનેરોને જવાબદાર ગણી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
સસ્પેન્ડ કરાયેલા ઇજનેરોમાં એક જે.ઈ. અને એક ડી.ઈ.નો સમાવેશ થાય છે. જેટકોના આ નિર્ણય સામે જીઇબી એÂન્જનિયર્સ એસો. દ્વારા આંદોલન શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. જીઇબી એÂન્જનિયર્સ એસો. દ્વારા આ ઘટનામાં મોતને ભેટેલા લાઈનમેનને નિધન અર્થે શોક પ્રદર્શિત કરવા માટે ૮મી થી ૧૧મી સુધી રાજ્યના ૨૫૦૦ એÂન્જનિયરો કાળી પટ્ટી ધારણ કરીને ફરજ બજાવશે તેવી જાહેરાત કરવામાં આવી છે. એવો દાવો કરાયો છેકે, આ ઘટનામાં કરંટ લાગવાથી મોત થયું નથી, મિકેનિકલ અકસ્માત હોવા છતાં એÂન્જનિયરોને જવાબદાર ગણવા તે તદ્દન અયોગ્ય છે. સસ્પેન્સનનું પગલું લેતાં પહેલાં શો કોઝ આપવી અને ઇન્કવાયરી બાદ કાર્યવાહી થવી જાઇએ ત્યારે આ મામલે તપાસની માંગ કરવામાં આવી છે.