(એ.આર.એલ),ગાંધીનગર,તા.૮
ગાંધીનગરમાં રહેતા એક યુવાને પોતાની સમલૈગિંકતા છુપાવીને લગ્ન કર્યાં અને પછી ઘેર આવેલી પત્ની પર જુલમ ગુજાર્યો આ દરમિયાન પોતાનો નાનો નાઈ ગે છે એવી ખબર પડી જતાં જેઠે પણ તકનો લાભ લીધો અને નાના ભાઈની વહુ સાથે છેડતી શરુ કરી અને એક વાર તો રેપનો પ્રયાસ કર્યો હતો અને નફફ્ટ થઈને બોલ્યો કે તને બાળકો અપાવવામાં મદદ કરીશ. આ આઘાતજનક ઘટના ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં બની છે.
૨૯ વર્ષીય મહિલાએ ગાંધીનગર મહિલા પોલીસમાં તેના પતિ પર તેની સમલૈંગિકતા છુપાવવાનો આરોપ લગાવીને ફરિયાદ નોંધાવી હતી. કોર્પોરેટ કંપનીમાં કામ કરતી મહિલા તેની એફઆઈઆરમાં જણાવ્યું હતું કે તેણે ૫ ફેબ્રુઆરી, ૨૦૨૨ના રોજ કલોલના એક વ્યક્ત સાથે લગ્ન કર્યા હતા. તેણે જણાવ્યું હતું કે લગ્ન પછી તરત જ તેના પતિ અને સાસરિયાઓએ પૂરતું દહેજ ન લાવવા માટે તેને ટોણા મારવાનું શરૂ કર્યું હતું. સાસરાવાળા કદી પણ વોશિંગ મશીન પણ વાપરવાં દેતા નથી અને હું જાતે કપડાં ધોઉં એવુ કહેતા. જ્યારે પણ તે બીમાર પડતી ત્યારે તેને ડોક્ટર પાસે લઈ જવાને બદલે તેને પિયર મોકલી દેવામાં આવતી.
પરિણીતાએ એવો પણ આરોપ મૂક્યો કે પતિના ગે હોવાની ખબર જેઠને હતી તેથી તેમણે લાભ ઉઠાવ્યો અને વારંવાર છેડતી કરી હતી અને એવું પણ બોલ્યો કે તે બાળકો પેદા કરવામાં તેને મદદ કરશે.પીડિતાએ કહ્યું કે મને એક દિવસ પતિના વર્તન પર શંકા પડતાં આખો ભેદ ખુલ્યો હતો. જ્યારે તેણીએ તેની સાથે આ વિષય પર વાતચીત કરી, ત્યારે તેણે તેના પર સ્ટીલની પાણીની બોટલ વડે હુમલો કર્યો. તેણે એફઆઈઆરમાં જણાવ્યું હતું કે આખરે તેણીને જાણવા મળ્યું કે તેના પતિ સાથે બહુવિધ સમલૈંગિક સંબંધો હતા. આથી ત્રાસથી કંટાળીને પીડિતાએ ગાંધીનગર મહિલા પોલીસમાં પતિ અને સાસરિયાવાળા સામે ફરિયાદ નોંધાવી છે.