ભારતીય જનતા પાર્ટીના ૪૬મા સ્થાપના દિવસ નિમિત્તે ધારી – બગસરા – ખાંભા વિધાનસભા પરિવારના સક્રિય સદસ્ય સંમેલનનું આયોજન ધારી ખાતે કરાયું હતું, જેમાં મુખ્ય વક્તા તરીકે ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી ઉપસ્થિત રહ્યા હતા. ધારી વિધાનસભાના ધારાસભ્ય જે.વી. કાકડિયા સહિત આગેવાનો, મંડલ પ્રમુખો, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સદસ્યો, નગરપાલિકાના સભ્યો, સહકારી આગેવાનો તેમજ કાર્યકર્તાઓએ મોટી સંખ્યામાં હાજર રહીને સંગઠનાત્મક સંવાદ કર્યો હતો. આ તકે જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઇ કાનાણીનું વિવિધ સંસ્થા વતી સન્માન કરવામાં આવ્યું હતું.