ગુજરાતમાં રાજકારણ હવે શાંત નથી રહ્યું પરંતુ થીજી ગયું છે. જ્યાં જે જેમ છે તેમ જ સ્થિર થઇ ચુક્યા છે. ગુજરાતમાં રણનીતિમાં કોઇ મોટા ફેરફારો જોવા નથી મળતા પરંતુ અચાનક આદિવાસી બેલ્ટમાંથી હડકંપ મચેલા સમાચાર આવી રહ્યા છે. આદિવાસી બેલ્ટના દિગ્ગજ નેતા મહેશ વસાવાએ અચાનક ભાજપમાંથી રાજીનામું ધરી દેતા આદિવાસી બેલ્ટમાં હલચલ મચી ગઇ છે. અંબાજીથી ઉંમરગાવ સુધીના આ પટ્ટા પર ભારે ઉત્તેજના જોવા મળી રહી છે.
જો કે ભાજપ છોડવા અંગે મહેશ વસાવાએ પ્રતિક્રિયા આપી હતી. મહેશ વસાવાએ ભાજપ છોડ્યા બાદ પ્રતિક્રિયા આપી હતી. મહેશ વસાવાએ કહ્યું કે, અમે વર્ષોથી ભાજપ અને કોંગ્રેસને જાણીએ છીએ. અમારા કામ નહી થતા ભાજપમાંથી રાજીનામું આપ્યું છે. અમારા કામ નહી થવાના કારણે ભાજપમાંથી રાજીનામું આપી દીધું છે. વિકાસની વાતો કરતી ભાજપ ખરી ઉતરી નથી. આદિવાસીઓ સાથે ભાજપ સતત અન્યાય કરતી રહે છે. અંદરના તાલુકાઓમાં પાણીથી માંડીને રોડ રસ્તા સહિતની અનેક સમસ્યાઓ છે. ભાજપની વિચારધારા સાથે અમારો કોઇ મેળ નથી પડી રહ્યો. અમને હોદ્દાની કોઇ પડી નથી અમારી માત્ર એક જ માંગ છે કે અમારા લોકોના કામ થવા જોઇએ. જે થયા નહી એટલે રાજીનામું આપી દીધું. હવે લોકો વચ્ચે જઇને લોકો માટે કામ કરીશું.
જો કે આ અંગે પ્રતિક્રિયા આપતા ભાજપના જ દિગ્ગજ નેતા અને જાયન્ટ કિલર મનસુખ વસાવાએ જણાવ્યું કે, ભાજપની રાષ્ટ્રવાદી વિચારધારા છે. આદિવાસીઓના અગ્રણી અને ડેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય તેમજ છોટુ વસાવાના દીકરા મહેશ વસાવાના ભાજપ છોડવા મુદ્દે સાંસદ મનસુખ વસાવાની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે કહ્યું કે, ”મહેશ વસાવાએ ઉતાવળું પગલું ભર્યુ છે તેમજ બોલાવવા છતાં તેઓ કેટલીક બેઠકમાં હાજર નહોતા રહેતા”
સાંસદ મનસુખ વસાવાએ કહ્યું કે, ”ભાજપની રાષ્ટ્રવાદી વિચારધારા છે અને સાત જન્મ લે તો પણ ભાજપ અને આરએસએસને ખતમ ન કરી શકે, ભાજપને ખતમ કરવાની વાતો કરતા લોકો પોતે જ ખતમ થઇ ગયા છે તેમજ ભાજપની તાકાતને કોંગ્રેસ પણ જાણે છે, વધુમાં કહ્યું કે, ”પાર્ટીની વિચારધારા અને મહેશભાઇની વિચારધારા અલગ હતી”. મનસુખ વસાવાએ કહ્યું કે, ”મહેશભાઈ એક વર્ષ અગાઉ ભાજપમાં જોડાયા હતા ત્યારે ભાજપના તમામ સિનિયર નેતાઓ સાથે પરામર્શ થયો હતો અને ત્યારે સ્પષ્ટપણે કહેવામાં આવ્યું હતું કે, ભાજપ રાષ્ટ્રીય વિચાર ધારાવાળી પાર્ટી છે. ત્યારે આ તમામ બાબતો તેઓ સમજીને ભાજપમાં જાડાયા હતા અને એક વર્ષ અમે સાથે મળીને કામ પણ કર્યુ છે પરંતુ તેમણે આ ઉતાવળું પગલું ભર્યું છે”