કેજરીવાલ ૧૦ દિવસના વિપશ્યના સત્ર માટે પંજાબના હોશિયારપુર પહોંચ્યા છે

આમ આદમી પાટીર્ના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ ૧૦ દિવસના વિપશ્યના સત્ર માટે પંજાબના હોશિયારપુર પહોંચ્યા છે. તેમણે આજથી વિપશ્યના શરૂ કરી દીધી છે પરંતુ આ સાથે તેઓ ભાજપનું નિશાન પણ બની ગયા છે. દિલ્હી સરકારના મંત્રી મનજિંદર સિંહ સિરસાએ કેજરીવાલ પર પ્રહાર કરતા કહ્યું કે તેમણે પોતાની શાંતિ માટે પંજાબના પૈસા વેડફ્યા છે. તમને જણાવી દઈએ કે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી કેજરીવાલ તેમની પત્ની સુનિતા કેજરીવાલ સાથે મંગળવારે હોશિયારપુરથી લગભગ ૧૪ કિમી દૂર ચૌહાલમાં ફોરેસ્ટ ગેસ્ટ હાઉસ પહોંચ્યા હતા.
સિરસાએ કેજરીવાલની વિપશ્યના પર નિશાન સાધતા કહ્યું કે આમ આદમી પાટીર્ના સુપ્રીમો ૫૦ વાહનોના કાફલા સાથે પંજાબના હોશિયારપુર પહોંચ્યા. તેમણે આરોપ લગાવ્યો કે તેમના કાફલામાં ૨ કરોડ રૂપિયાની કિંમતની લેન્ડ ક્રુઝર કાર હતી. સિરસાએ જણાવ્યું હતું કે કાફલાની સુરક્ષા ૧૦૦ થી વધુ પંજાબ પોલીસ કમાન્ડો દ્વારા કરવામાં આવી રહી છે. તેમણે આરોપ લગાવ્યો કે કેજરીવાલ પોતાની શાંતિ માટે પંજાબના લોકોના પૈસા વેડફી રહ્યા છે. તેમણે કહ્યું, ‘જ્યાં ૫૦ વાહનોના કાફલામાં સાદગી અને આત્મનિરીક્ષણને બદલે ઘમંડ અને દેખાડો હોય ત્યાં આવી વિપશ્યનાનો શું ઉપયોગ?’ અરવિંદ કેજરીવાલની આ નકલી સાદગી એક બીજું નાટક છે.
તમને જણાવી દઈએ કે કેજરીવાલે હોશિયારપુરથી લગભગ ૧૧ કિલોમીટર દૂર આનંદગઢ ગામમાં સ્થિત ધમ્મ ધમ્મ વિપશ્યના કેન્દ્રમાં ૧૦ દિવસના વિપશ્યના સત્રમાં હાજરી આપી હતી. તેઓ વિપશ્યના સત્રોમાં હાજરી આપી રહ્યા છે અને અગાઉ જયપુર, નાગપુર, હિમાચલ પ્રદેશમાં ધમર્શાળા નજીક ધરમકોટ અને બેંગલુરુ સહિત અનેક સ્થળોની મુલાકાત લઈ ચૂક્્યા છે. આ બીજી વખત છે જ્યારે કેજરીવાલ વિપશ્યના માટે આનંદગઢ આવ્યા છે. અગાઉ તેઓ ડિસેમ્બર ૨૦૨૩માં ૧૦ દિવસના સત્રમાં હાજરી આપી હતી. ચાલો તમને જણાવી દઈએ કે વિપશ્યના એ ધ્યાનની એક પ્રાચીન ભારતીય પદ્ધતિ છે જે સ્વ-નિરીક્ષણ દ્વારા સ્વ-પરિવર્તન પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
૫ ફેબ્રુઆરીએ દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં નવી દિલ્હી બેઠક હારી ગયા પછી કેજરીવાલ જાહેરમાં દેખાયા નથી અને તેમણે પોતાને પક્ષ સંબંધિત પ્રવૃત્તિઓ સુધી મર્યાદિત રાખ્યા છે. આમ આદમી પાર્ટીએ ૨૦૧૫ થી ૨૦૨૪ સુધી દિલ્હી પર પ્રચંડ બહુમતી સાથે શાસન કર્યું હતું, પરંતુ તાજેતરની વિધાનસભા ચૂંટણીમાં, તે ૭૦ બેઠકોવાળી વિધાનસભામાં ૨૨ બેઠકો પર પહોંચી ગઈ. ભારતીય જનતા પાર્ટીએ ૪૮ બેઠકો જીતીને દિલ્હીમાં કેજરીવાલની પાટીર્ના વર્ચસ્વનો અંત લાવ્યો. મનીષ સિસોદિયા, સૌરભ ભારદ્વાજ, સત્યેન્દ્ર જૈન અને સોમનાથ ભારતી સહિત આપના ઘણા મોટા નેતાઓ ચૂંટણી હારી ગયા.