લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ હરિયાણા અને મહારાષ્ટ્રમાં મોબ લિંચિંગની ઘટનાઓને મામલે ભાજપ સરકાર પર નિશાન સાધ્યું છે. રાહુલે કહ્યું કે, બદમાશોને ભાજપ સરકાર તરફથી ખૂલી છૂટ મળી છે, તેથી જ તેમનામાં આટલી હિંમત છે. લઘુમતીઓ અને ખાસ કરીને મુસ્લીમો પર સતત હુમલાઓ ચાલુ છે અને સરકારી તંત્ર મૂક પ્રેક્ષક બનીને તમાસો જાઈ રહ્યું છે.
રાહુલનું કહેવું છે કે ભાજપ પાર્ટી નફરતનો રાજકીય હથિયાર તરીકે ઉપયોગ કરીને સત્તાની સીડી પર ચઢી રહી છે અને દેશમાં ભયનું વાતાવરણ ઊભું કરી રહી છે. ગુનેગારો ખુલ્લેઆમ ટોળાના રૂપમાં હિંસા ફેલાવી રહ્યા છે અને તેઓને ભાજપ સરકારથી ખૂલી છૂટ છે. આવા ગુનેગારો સામે કડક કાર્યવાહી થવી જાઈએ.આ ઘટના થોડા દિવસો પહેલાં મહારાષ્ટÙના ઇગતપુરી પાસે ધુલે એક્સપ્રેસમાં બની હતી. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે.
મહારાષ્ટÙમાં ચાલુ ટ્રેનમાં એક વૃદ્ધ પર હુમલાની ઘટના સામે આવી છે. સાથી મુસાફરોએ વૃદ્ધને થપ્પડ મારી હતી અને દુર્વ્યવહાર કર્યો, તેના પર ગૌમાંસ લઈ જવાનો આરોપ લગાવ્યો હતો. આ દરમિયાન ટ્રેનમાં બેઠેલા બાકીના લોકો ચૂપચાપ આ તમાસો જાઈ રહ્યા હતા.
આ ઘટના થોડા દિવસો પહેલાં ઇગતપુરી પાસે ધુલે એક્સપ્રેસમાં બની હતી. તેનો વીડિયો સામે આવ્યા બાદ, થાણે જીઆરપીએ પાંચથી વધુ મુસાફરો વિરુદ્ધ એફઆઈઆર નોંધી છે.એઆઇએમઆઇએમ સાંસદ ઈમ્તિયાઝ જમીલે વીડિયો શેર કરતા સરકાર અને પોલીસની નિંદા કરી હતી.
હરિયાણાના ચરખી દાદરીમાં ગૌમાંસ ખાવાની શંકામાં એક યુવકને માર મારવામાં આવ્યો હતો. ઘટના ૨૭મી ઓગસ્ટની છે. તેનો વીડિયો શનિવારે (૩૧ ઓગસ્ટ) સામે આવ્યો હતો. વીડિયોમાં કેટલાક લોકો યુવકને લાકડીઓ વડે માર મારી રહ્યા છે. પોલીસે આ કેસમાં ૨૯ ઓગસ્ટે ૭
આભાર – નિહારીકા રવિયા આરોપીઓની ધરપકડ કરી હતી, જેમાંથી બે સગીર છે. સગીરોને જુવેનાઈલ હોમમાં મોકલી દેવામાં આવ્યા છે.
સીએમ નાયબ સિંહ સૈનીએ કહ્યું હતું કે આ ઘટના દુર્ભાગ્યપૂર્ણ છે. તેમણે એમ પણ કહ્યું કે લોકોમાં ગાય માતા પ્રત્યે આદર છે. આવી Âસ્થતિમાં લોકોની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચે તેવી પ્રવૃત્તિઓમાં લોકોએ સામેલ ન થવું જાઈએ. નવા ફોજદારી કાયદામાં મોબ લિંચિંગ પર અલગ કાયદો બનાવવામાં આવ્યો છે. આ કાયદા હેઠળ, શારીરિક ઈજા પહોંચાડતા ગુનાઓ કલમ ૧૦૦-૧૪૬ હેઠળ આવરી લેવામાં આવે છે.
મોબ લિંચિંગના કિસ્સામાં ઓછામાં ઓછી ૭ વર્ષની જેલ થઈ શકે છે. આજીવન કેદ અથવા મૃત્યુદંડની પણ જાગવાઈ છે. આ સિવાય હત્યાના મામલામાં કલમ ૧૦૩ હેઠળ કેસ નોંધવામાં આવશે. કલમ ૧૧૧માં સંગઠિત ગુના માટે સજાની જાગવાઈ છે. સેક્શન ૧૧૩માં ટેરર ??એક્ટનું વર્ણન કરવામાં આવ્યું છે.