દેશના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે સુપ્રીમ કોર્ટના તાજેતરના નિર્ણય સામે વાંધો વ્યક્ત કર્યો છે.

દેશના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે સુપ્રીમ કોર્ટના તાજેતરના નિર્ણય સામે વાંધો વ્યક્ત કર્યો છે. ન્યાયતંત્ર પર સવાલ ઉઠાવતા તેમણે કહ્યું કે, કોર્ટે પોતાના નિર્ણયમાં રાષ્ટ્રપતિ માટે રાજ્યપાલ દ્વારા મોકલવામાં આવેલા બિલોને મંજૂરી આપવા માટે સમય મર્યાદા નક્કી કરી છે. ભારતના બંધારણની કલમ ૧૪૨ લોકશાહીની શક્તિઓ સામે ન્યાયાધીશોના હાથમાં પરમાણુ મિસાઇલ બની ગઈ છે. ન્યાયાધીશો સુપર પાર્લામેન્ટ બની ગયા છે.
ભારતીય બંધારણની કલમ ૧૪૨ સુપ્રીમ કોર્ટને પેન્ડિંગ કેસોમાં સંપૂર્ણ ન્યાય આપવાની સત્તા આપે છે. સરળ શબ્દોમાં કહીએ તો, એવા કિસ્સાઓમાં જ્યાં હાલના કાયદાઓ તેમને ઉકેલવા માટે પૂરતા નથી અથવા તેમનો ઉકેલ શક્ય નથી, ત્યાં કોર્ટ આ કલમનો ઉપયોગ કરીને કોઈપણ ચુકાદો આપી શકે છે અથવા નિર્દેશો આપી શકે છે. ભલે તે હાલના વૈધાનિક કાયદાથી કેટલું અલગ હોય. આ કલમનો ઉપયોગ કરીને, સુપ્રીમ કોર્ટ કોઈપણ વ્યક્તિને કોર્ટમાં હાજર રહેવાનો આદેશ આપી શકે છે. દસ્તાવેજા માંગી શકે છે. હુકમના અવમાનના કિસ્સામાં, કોર્ટ તપાસ કરી શકે છે અને વ્યક્તિને સજા કરી શકે છે. આ જ કારણ છે કે આ કલમ સુપ્રીમ કોર્ટને સત્તા આપે છે.
રાજ્યસભા ઈન્ટર્નના ગૂ્રપને સંબોધન કરતા ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે કહ્યું કે, તાજેતરમાં જ એક ચૂકાદામાં રાષ્ટ્રપતિને નિર્દેશ અપાયા છે, આપણે ક્્યાં જઈ રહ્યા છીએ? દેશમાં શું થઈ રહ્યું છે? બંધારણીય મર્યાદાઓના ભંગ પર ચિંતા વ્યક્ત કરતા ઉપરાષ્ટ્રપતિએ ત્યાં હાજર લોકોને રાષ્ટ્રપતિના શપથ યાદ અપાવ્યા અને એ બાબત પર ભાર મૂક્યો કે રાષ્ટ્રપતિનું સ્થાન ખૂબ જ ઊંચું છે જ્યારે અન્ય લોકો માત્ર બંધારણનું પાલન કરવાનાં શપથ લે છે. તેમણે સવાલ કર્યો કે આપણે એવી સ્થિતિ બનાવી શકીએ નહીં જ્યાં તમે દેશના રાષ્ટ્રપતિને નિર્દેશ આપો અને કયા આધાર પર? બંધારણીય જાગવાઈઓને ટાંકીને તેમણે કહ્યું કે, આવા કેસોમાં ન્યાયતંત્ર પાસે એકમાત્ર અધિકાર ‘કલમ ૧૪૫(૩) હેઠળ બંધારણની વ્યાખ્યા કરવાનો છે. અને તે પણ પાંચ અથવા તેનાથી વધુ ન્યાયાધીશોની બેન્ચ તરફથી આ નિર્ણય થવો જાઈએ. કલમ ૧૪૨ લોકતાંત્રિક શક્તિઓ વિરુદ્ધ એક પરમાણુ મિસાઈલ બની ગઈ છે, જે ન્યાયતંત્ર માટે ૨૪ બાય ૭ ઉપલબ્ધ છે.સુપ્રીમ કોર્ટના આદેશ પર ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે આપણે એવા દિવસ માટે લોકતંત્રની ક્યારેય કલ્પના પણ નહોતી કરી કે રાષ્ટ્રપતિને ડેડલાઈન હેઠળ નિર્ણય લેવા માટે કહેવાઈ રહ્યું છે. તેમણે ન્યાયિક અતિક્રમણ પ્રત્યે ચેતવણી આપી અને ન્યાયતંત્રને ટોણો મારતા કહ્યું, આપણે પાસે એવા જજ છે જે કાયદો બનાવશે, કાર્યપાલિકાની જેમ કામ કરશે, સુપર સંસદ તરીકે કામ કરશે અને તેમની જવાબદારી કોઈ નહીં હોય, કારણ કે દેશનો કાયદો તેમના પર લાગુ થતો નથી.
હાઈકોર્ટના ન્યાયાધીશ યશવંત વર્માના ઘરેથી કરોડો રૂપિયાની રોકડ મળવાના કેસમાં હજુ સુધી એફઆઈઆર નહીં થઈ હોવા સામે સવાલ ઉઠાવતા ઉપરાષ્ટ્રપતિ ધનખડે કહ્યું કે શું ન્યાયાધીશોને બંધારણમાં ઈમ્યુનિટી આપી છે? સ્વતંત્ર ન્યાયતંત્રનો અર્થ પૂછપરછ અને તપાસ સામે કોઈ પ્રકારનું અભેદ્ય આવરણ નથી. સુપ્રીમ કોર્ટે જસ્ટિસ વર્માના ઘરે ૧૪ માર્ચને ધૂળેટીની રાત્રે લાગેલી આગ પછી કથિત રીતે કરોડો રૂપિયાની રોકડ અડધી બળેલી હાલતમાં મળી આવ્યાની ઘટનામાં ઈન-હાઉસ તપાસનો આદેશ આપ્યો છે. જાકે, આ તપાસ સામે સવાલ ઉઠાવતા ધનખડે કહ્યું કે, આ કેસની તપાસ ત્રણ ન્યાયાધીશોની સમિતિ કરી રહી છે, પરંતુ શું આ સમિતિ ભારતના બંધારણ હેઠળ અધીન છે? શું આ ત્રણ ન્યાયાધીશોની સમિતિને કોઈ કાયદા હેઠળ મંજૂરી મળી છે? હકીકતમાં કોઈપણ કેસની તપાસ ન્યાયતંત્ર નહીં કારોબારીનું કાર્યક્ષેત્ર છે. સમિતિ વધુમાં વધુ ભલામણ કરી શકે છે. આ ઘટના અંગે દરેક ભારતીય ખૂબ જ ચિંતિત છે.
ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે સુપ્રીમ કોર્ટના ઐતિહાસિક નિર્ણયની ટીકા કરી હતી જેમાં રાષ્ટ્રપતિ અને રાજ્યપાલોને બિલોને મંજૂરી આપવા માટે સમયમર્યાદા નક્કી કરવામાં આવી હતી. તેમના નિવેદન પર પ્રતિક્રિયા આપતા રાજ્યસભાના સભ્ય કપિલ સિબ્બલે કહ્યું કે તે ગેરબંધારણીય છે અને તેમણે ક્યારેય કોઈ રાજ્યસભા અધ્યક્ષને આવું રાજકીય નિવેદન આપતા જાયા નથી.
કપિલ સિબ્બલે કહ્યું કે ઉપરાષ્ટ્રપતિને રાષ્ટ્રપતિ અને રાજ્યપાલ વિશે જાણવું જાઈએ, જેમણે મંત્રીઓની મદદ અને સલાહ પર કામ કરવું પડે છે. સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશનના પ્રમુખ સિબ્બલે જણાવ્યું હતું કે રાજ્યપાલ દ્વારા બિલોને અવરોધિત કરવા એ વાસ્તવમાં વિધાનસભાની સર્વોચ્ચતામાં દખલગીરી હતી. ધનખરજી (ઉપરાષ્ટ્રપતિ) ને આ ખબર હોવી જાઈએ, તેઓ પૂછે છે કે રાષ્ટ્રપતિની સત્તાઓ કેવી રીતે ઘટાડી શકાય, પરંતુ સત્તાઓ કોણ ઘટાડી રહ્યું છે?
કપિલ સિબ્બલે કહ્યું કે લોકસભાના અધ્યક્ષ અને રાજ્યસભાના અધ્યક્ષ વિપક્ષ અને શાસક પક્ષ વચ્ચે સમાન અંતર જાળવી રાખે છે અને તેઓ પક્ષના પ્રવક્તા ન હોઈ શકે. તેમણે આગળ કહ્યું, ‘બધા જાણે છે કે લોકસભા સ્પીકરની ખુરશી બંને વચ્ચે છે.’ તેઓ ગૃહના સ્પીકર છે, કોઈ એક પક્ષના સ્પીકર નથી. તેઓ પણ મતદાન કરતા નથી, તેઓ ફક્ત ત્યારે જ મતદાન કરે છે જ્યારે મત સમાન હોય. ઉપલા ગૃહનું પણ એવું જ છે. તમે વિપક્ષ અને શાસક પક્ષ વચ્ચે સમાન અંતરે છો. આ દરમિયાન કપિલ સિબ્બલે ભારપૂર્વક કહ્યું, ‘તમે જે પણ કહો છો, તે સમાન અંતરે હોવું જાઈએ.’ કોઈ પણ રાષ્ટ્રપતિ કોઈ પણ પક્ષના પ્રવક્તા ન હોઈ શકે. હું એમ નથી કહેતો કે તે છે, પરંતુ સૈદ્ધાંતિક રીતે કોઈ પણ સ્પીકર કોઈપણ પક્ષનો પ્રવક્તા ન હોઈ શકે. જા આવું લાગે તો ખુરશીનું ગૌરવ ઓછું થઈ જાય છે.