અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ એકવાર ફરીથી વ્હાઈટ હાઈસમાં નજર પડવાના છે. અમેરિકામાં યોજાયેલી રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ટ્રમ્પે મોટા માર્જિનથી કમલા હેરિસને હરાવીને પ્રચંડ જીત નોંધાવી છે. તેઓ અમેરિકાના ૪૭મા રાષ્ટ્રપતિ બનવાના છે. ટ્રમ્પના બીજા કાર્યકાળમાં ઘણું બધું બદલાઈ જશે.
તેઓ બીજીવાર અમેરિકાના રાષ્ટ્રપતિ બનવા જઈ રહ્યા છે. ટ્રમ્પ આવતા વર્ષે ૨૦ જાન્યુઆરીએ રાષ્ટ્રપતિ પદના શપથ લેવા જઈ રહ્યા છે, પરંતુ નવી સરકારની રચના પહેલા જ અમેરિકામાં હલચલ વધુ તેજ થઈ ગઈ છે. ટ્રમ્પ સરકાર હેઠળ ઈમિગ્રેશન નીતિમાં ફેરફાર થઈ શકે છે, જેના કારણે અમેરિકામાં રહેવું સરળ નહીં બને. જોકે, ભારતીયો માટે મહત્વપૂર્ણ એચ ૪ વિઝામાં સૌથી મોટા ફેરફારો થવાની શક્યતા સેવાઈ રહી છે.
અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બનતા જ એક લાખથી વધુ ભારતીય પરિવારો ચિંતિત છે. અમેરિકામાં નોકરી કરવા જતા મોટાભાગના ભારતીયોને H-1B વિઝા આપવામાં આવે છે.એચ-૧બી વિઝા કુશળ કામદારો માટે ઉપલબ્ધ છે, જેઓ અમુક વિશેષતાનું કામ
કરે છે. એચ-૧બી વિઝા ધારકો તેમના આશ્રિતો એટલે કે જીવનસાથી અને બાળકોને એચ-૪ વિઝા પર અમેરિકા લાવી શકે છે. યુ.એસ.માં, કેટલાક એચ-૧બી વિઝા ધારકોના જીવનસાથી અથવા ભાગીદારોને એચ-૪ વિઝા ઇએડી દ્વારા કામ કરવાની મંજૂરી છે.
ડોનાલ્ડ ટ્રમ્પના બીજા કાર્યકાળને લઈને એવી ચર્ચા ચાલી રહી છે કે એચ ૪ વિઝા પર કામ કરવાની મંજૂરી પાછી ખેંચી લેવામાં આવી શકે છે. અમેરિકામાં સ્થાયી થયેલા ભારતીયોનું કહેવું છે કે ‘એમ્પ્લોયમેન્ટ ઓથોરાઈઝેશન ડોક્યુમેન્ટ’એ માત્ર કમાણીનું સાધન નથી. આ તેમની ઓળખ સંબંધિત દસ્તાવેજ છે. એચ ૧બી વિઝા ધારકોની પત્નીઓને ઈછડ્ઢ દ્વારા સામાજિક સુરક્ષા નંબર મળે છે. બેંક ખાતું ખોલાવવાની સાથે તેઓ ડ્રાઇવિંગ લાયસન્સ પણ મેળવી શકે છે. આ અમેરિકામાં રહેવાનું સરળ બનાવે છે.
ડોનાલ્ડ ટ્રમ્પના છેલ્લા કાર્યકાળ દરમિયાન, એક એકિઝક્યુટિવ ઓર્ડર જાહેર કરવામાં આવ્યો હતો જેમાં ‘અમેરિકન વસ્તુઓ ખરીદો, અમેરિકનોને ભાડે રાખો’ સૂત્ર આપવામાં આવ્યું હતું. આ વિચારસરણી હેઠળ કામ કરીને ટ્રમ્પ સરકારે એચ-૪ વિઝા ધારકોને આપવામાં આવેલી વર્ક પરમિશન રદ કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. જો કે, આ નિયમ લાગુ કરવામાં આવે તે પહેલા, જો બિડેનની સરકાર બનાવવામાં આવી હતી અને ત્યારબાદ જાન્યુઆરી ૨૦૨૧માં આ ઠરાવને રદ કરવામાં આવ્યો હતો. જો ટ્રમ્પ ફરીથી રાષ્ટ્રપતિ બનશે તો ફરી એકવાર ઇએડી રદ થવાની સંભાવના છે.