ભારતીય શેરબજાર ગુરુવારે ઘટાડા સાથે બંધ થયું હતું. ફુગાવાના આંકડા બહાર આવે તે પહેલા રોકાણકારો સાવધાનના મૂડમાં જાવા મળ્યા હતા. ફુગાવાના આંકડા ગુરુવારે સાંજે જાહેર કરવામાં આવશે. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સૂચકાંક સેન્સેક્સ આજે ૦.૨૯ ટકા અથવા ૨૩૬ પોઈન્ટના ઘટાડા સાથે ૮૧,૨૮૯ પર બંધ રહ્યો હતો. બજાર બંધ સમયે સેન્સેક્સના ૩૦ શેરોમાંથી ૧૨ શેર લીલા નિશાન પર અને ૧૮ શેર લાલ નિશાન પર હતા. તે જ સમયે, નેશનલ સ્ટોક એક્સચેન્જનો સૂચકાંક નિફ્ટી આજે ૦.૩૮ ટકા અથવા ૯૩ પોઇન્ટના ઘટાડા સાથે ૨૪,૫૪૮ પર બંધ થયો હતો. બજાર બંધ સમયે, નિફ્ટી પેકના ૫૦ શેરોમાંથી, ૧૪ શેર લીલા નિશાન પર, ૩૫ શેર લાલ નિશાન પર અને એક શેર કોઈપણ ફેરફાર વિના ટ્રેડ થઈ રહ્યા હતા. અમેરિકામાં રેટ કટની અપેક્ષાને કારણે આજે આઈટી શેર્સમાં વધારો જાવા મળ્યો છે.
નિફ્ટી પેક શેર્સમાં, ગુરુવારે સૌથી વધુ વધારો અદાણી એન્ટરપ્રાઈઝમાં ૧.૯૦ ટકા, ભારતી એરટેલમાં ૧.૫૧ ટકા, ઇન્ડસઇન્ડ બેન્કમાં ૧.૩૪ ટકા, ટેક મહિન્દ્રામાં ૧.૨૧ ટકા અને અદાણી પોર્ટ્સમાં ૦.૮૪ ટકાનો વધારો થયો હતો. આ સિવાય સૌથી મોટો ઘટાડો એનટીપીસીમાં ૨.૬૩ ટકા,એચયુએલમાં ૨.૩૧ ટકા, કોલ ઈÂન્ડયામાં ૨.૧૭ ટકા, હિરો મોટોકોરમાં ૨.૦૫ ટકા અને બીપીસીએલમાં ૧.૮૫ ટકાનો ઘટાડો નોંધાયો હતો.
ક્ષેત્રીય સૂચકાંકોમાં આજે સૌથી મોટો ઘટાડો નિફ્ટી મીડિયામાં ૨.૨૯ ટકા નોંધાયો હતો. આ ઉપરાંત નિફ્ટી બેન્કમાં ૦.૩૩ ટકા, નિફ્ટી ઓટોમાં ૦.૮૦ ટકા, નિફ્ટી ફાઇનાÂન્શયલ સર્વિસિસમાં ૦.૩૧ ટકા, નિફ્ટી એફએમસીજીમાં ૧.૦૯ ટકા, નિફ્ટી ફાર્મામાં ૦.૩૩ ટકા, નિફ્ટી પીએસયુ બેન્કમાં ૦.૭૮ ટકા, નિફ્ટી બેન્કમાં ૦.૪૩ ટકા, નિફ્ટી પ્રાઇવેટ બેન્કમાં ૦.૪૩ ટકા. નિફ્ટી હેલ્થકેર ઇન્ડેક્સમાં રિયલ્ટી ૦.૪૧ ટકા નિફ્ટી ૦.૩૨ ટકા, નિફ્ટી કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ ૦.૫૯ ટકા, નિફ્ટી ઓઇલ એન્ડ ગેસ ૦.૯૧ ટકા અને નિફ્ટી મિડસ્મોલ હેલ્થકેર ૦.૧૭ ટકા ઘટ્યા હતા. તે જ સમયે, નિફ્ટી આઇટીમાં ૦.૭૭ ટકા અને નિફ્ટી મેટલમાં ૦.૨૫ ટકાનો વધારો નોંધાયો હતો.