હિરાવા ગામની પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની ગોહિલ કવિતા ભરતભાઇએ ( ધોરણ
આભાર – નિહારીકા રવિયા -૮) ગાયત્રી પરિવાર દ્વારા લેવાતી ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષામાં સમગ્ર ધારી તાલુકામાં પ્રથમ નંબર મેળવેલ છે. હવે તેને ૧/૧૨/૨૦૨૪ ના રોજ જિલ્લા કક્ષાની સ્પર્ધામાં હાજર રહેવા તથા સન્માન કરવા માટે ગાયત્રી સંસ્કાર કેન્દ્ર – ચલાલા ખાતે હાજર રહેવા આમંત્રણ મળ્યું છે. શાળાનું તથા ગામનું નામ રોશન કરવા બદલ શાળા પરિવાર તરફથી અભિનંદન સહ શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.