ભારતીય સેનામાં રર વર્ષ સુધી સેવા કરી નિવૃત્ત થતાં જૂનિયર કમિશન અધિકારી યોગેશભાઈ જાનીનું ખાંભા પાસે આવેલ વાંકુનીધાર ખાતે સન્માન કરવામાં આવ્યું હતું. આ સન્માન સમારોહમાં રામબાલકદાસ બાપુ, કરૂણાનિધીબાપુ, કોઠારી હરિસ્વરૂપદાસજી સ્વામી, શાસ્ત્રી નારણજીવનદાસજી સ્વામી સહિતનાં સંતો-મહંતો અને વરિષ્ઠ પત્રકારો, સામાજીક આગેવાનો તેમજ વિવિધ સંસ્થાનાં અગ્રણીઓ ઉપસ્તથિ રહ્યા હતા અને યોગેશભાઈ જાનીનું સન્માન કરવામાં આવ્યું હતું.