રાજુલા તાલુકાના નાના ગામ ઝાપોદરમાં ખુશીનો માહોલ હતો. ગામનો યુવાન કેતનભાઈ દાનાભાઈએ ભારતીય સેનામાં તાલીમ પૂર્ણ કરીને વતન પરત ફર્યો હતો. તેમના સ્વાગતમાં ગામલોકોમાં અનોખો ઉત્સાહ જોવા મળ્યો હતો. રાજુલા માર્કેટિંગ યાર્ડથી રેલી સ્વરૂપે કેતનભાઈને નવા ઝાપોદર ગામે લાવવામાં આવ્યા હતા. ત્યારબાદ સરપંચ એસોસિએશનના પ્રમુખ અને ઝાપોદરના સરપંચ મનુભાઈ ધાખડાના નિવાસસ્થાને તેમનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. ગામના આગેવાનો, સરપંચ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.