અમેરિકા અને ચીન વચ્ચે ટેરિફ યુદ્ધ શરૂ થઈ ગયું છે. દરમિયાન, ભારતમાં ચીની દૂતાવાસના પ્રવક્તાએ કહ્યું છે કે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્ર દ્વારા લાદવામાં આવેલા ટેરિફથી સર્જાયેલા પડકારોનો સામનો કરવા માટે ભારત અને ચીને સાથે મળીને ઊભા રહેવું જાઈએ. “ચીન-ભારત આર્થિક અને વેપાર સંબંધો પરસ્પર લાભ પર આધારિત છે. અમેરિકા ટેરિફનો દુરુપયોગ કરી રહ્યું હોવાથી, બે સૌથી મોટા વિકાસશીલ દેશોએ મુશ્કેલીઓનો સામનો કરવા માટે સાથે ઊભા રહેવું જાઈએ,” પ્રવક્તા યુ જિંગે ઠ પરની એક પોસ્ટમાં જણાવ્યું હતું.
યુ જિંગે કહ્યું, “ચીન આર્થિક વૈશ્ચિકરણ અને બહુપક્ષીયતાનું સમર્થક છે. ચીને વિશ્વ અર્થતંત્રને મજબૂત ગતિ આપી છે, વાર્ષિક સરેરાશ વૈશ્ચિક વૃદ્ધિમાં લગભગ ૩૦ ટકા યોગદાન આપ્યું છે. અમે વિશ્વ વેપાર સંગઠનને તેના મૂળમાં રાખીને બહુપક્ષીય વેપાર પ્રણાલીને સુરક્ષિત રાખવા માટે વિશ્વ સાથે કામ કરવાનું ચાલુ રાખીશું.”
“બે સૌથી મોટા વિકાસશીલ દેશોએ યુએસ ટેરિફના દુરુપયોગ સામે સાથે ઊભા રહેવું જાઈએ,” યુએ કહ્યું. તેમણે કહ્યું, “વેપાર અને ટેરિફ યુદ્ધમાં કોઈ વિજેતા નથી. બધા દેશોએ પરામર્શના સિદ્ધાંતોને સમર્થન આપવું જાઈએ, સાચા બહુપક્ષીયતાને ટેકો આપવો જાઈએ અને સંયુક્ત રીતે તમામ પ્રકારના એકપક્ષીયવાદનો વિરોધ કરવો જાઈએ.”
દરમિયાન, અમે તમને અહીં એ પણ જણાવી દઈએ કે અમેરિકા અને ચીન વચ્ચે ટેરિફને લઈને એક પ્રકારનું યુદ્ધ શરૂ થઈ ગયું છે. અમેરિકાએ ચીન પર ૧૦૪ ટકા ટેરિફ લાદવાની જાહેરાત કરી છે. ચીન પર અમેરિકાના નવા ટેરિફ ૯ એપ્રિલથી લાગુ થશે. અગાઉ ચીને કહ્યું હતું કે ચીન અમેરિકાના ટેરિફ યુદ્ધ સામે અંત સુધી લડવા માટે તૈયાર છે.