(એ.આર.એલ),ભાવનગર,તા.૬
ભાવનગરના સુભાષનગર, દેવીપૂજકવાસમાં ચાર દિવસ પહેલા ઉઘરાણીએ ગયેલા યુવક ઉપર કોશ વડે કરવામાં આવેલા હુમલામાં ઇજાગ્રસ્ત યુવાનનું સારવાર દરમિયાન મોત નીપજતા બનાવ હત્યામાં પરિણામ્યો છે .
આ બનાવ અંગે પ્રાપ્ત વિગત મુજબ ભાવનગરના સુભાષનગર, પંચવટી ચોક પાસે આવેલ આશિષ મંડપ વાળા ખાચામાં, પ્લોટ નં.૧૨૬ માં રહેતા અને મજૂરી કામ કરતા હરેશભાઈ ગોરધનભાઈ વેગડ ઉં.વ.૪૨ એ સુભાષનગર, દેવીપુજકવાસમાં રહેતા તેમના મિત્ર પપ્પુભાઈ ભરવાડિયાને રૂ.૨૦,૦૦૦/- હાથ ઉછીના આપેલા હતા.
આ રકમ તેમને એક મહિનામાં પાછી આપી દેશે તેમ જણાવ્યું હતું. દરમિયાન હરેશભાઈને પૈસાની જરૂર હોવાથી તેમણે નાણાની ઉઘરાણી કરતા પપ્પુભાઈના દીકરા ભગાભાઈએ હરેશભાઈને ફોન કરીને ઝઘડો કર્યો હતો અને તેમના ઘરે બોલાવેલ હતા .આથી ગત તા.૩૧/૭ ના બપોરના ૧૨ઃ૩૦ વાગ્યા આસપાસ હરેશભાઈ વેગડ પપ્પુભાઈના ઘરે દેવીપુજકવાસમાં ગયા હતા ત્યારે ત્યાં હાજર પપ્પુભાઈના દીકરા સંજય અને ભગાભાઈએ હરેશભાઈ સાથે ગાળાગાળી અને ઝઘડો કરી સંજય ભરવાડીયાએ કોશનો એક ઘા કમરના ભાગે ઝીંકી દીધો હતો અને બંને ભાઈઓએ ઢીકાપાટુ તેમજ ધોકા પડે માર મારતા હરેશભાઈ વેગડને ગંભીર હાલતે સારવાર અર્થે પ્રથમ ખાનગી હોÂસ્પટલ અને ત્યારબાદ સર ટી. હોÂસ્પટલ ખસેડવામાં આવેલ જ્યાં તેમનું રવિવારે રાÂત્રના સારવાર દરમિયાન મોત નીપજતા મારામારીનો આ બનાવ હત્યામાં પરિણામ્યો હતો.આ બનાવ અંગે ઘોઘારોડ પોલીસે ફરિયાદમાં હત્યાની કલમનો ઉમેરો કરી વધુ તપાસ હાથ ધરી છે.