ભાવનગરમાં રૂપિયા ૭૫ લાખની લૂંટના ઝ્રઝ્ર્ફ સામે આવ્યા છે. શહેરના ચિત્રા વિસ્તારમાં લૂંટની ઘટના બની હતી. યાકુબ નામના વ્યક્તિ પાસેથી ૩ જેટલા અજાણ્યા શખ્સોએ થેલો લૂંટી ફરાર થઈ જતાં શહેર પોલીસે તપાસ શરૂ કરી હતી.
ભાવનગર શહેરમાં ચિત્રા વિસ્તારમાં રૂપિયા ૭૫ લાખ રૂપિયાની લૂંટ થતાં ચકચાર મચી ગઈ હતી. યાકુબ નામના વ્યક્તિ બેંકમાંથી પૈસા લઈને નીકળ્યા ત્યારે પૈસાનો થોલે લૂંટી ૩ જેટલા અજાણ્યા શખ્સો ફરાર થઈ ગયા હતા. લૂંટ થતાં ભાવનગર પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. તેમજ ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.એસપી સહિત પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. ફરિયાદીના નિવેદનમાં વિસંગતતા જણાતા પોલીસે ઊંડી પૂછપરછ હાથ ધરી છે. સમગ્ર લૂંટના સીસીટીવી દ્રશ્યો સામે આવતાં તે દિશામાં તપાસ હાથ ધરી છે.
કચ્છ જીલ્લાના નખત્રાણા તાલુકાના કોટડા નવાવાસમાં નિલકંઠ જ્વેલસર્ના વેપારી નિલેશ સોનીને લૂંટારાઓએ છરી મારી દાગીના ભરેલી બેગ લૂંટી રફુચક્કર થઈ ગયા હતા. નિલેશ સોની નામના વેપારી દુકાનેથી ઘરે જતા હતા ત્યારે કારમાં આવેલા અજાણ્યા શખ્સોએ છરી મારી ફરાર થઈ ગયા હતા. નખત્રાણા પોલીસે લૂંટારૂઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. વેપારીને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે. સ્થાનિક પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
અમદાવાદમાં સાઉથ બોપલમાં જ્વેલસર્ના શો રૂમમાં ચાર દિવસ પહેલા ૬૦ લાખની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. બોપલ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી, જેના આધારે પોલીસ તપાસમાં મોટા ખુલાસા થયા હતા. આ દિશામાં પોલીસે તપાસ શરૂ કરી હતી જેમાં લૂંટ કરનારી ગેંગ ઉત્તરપ્રદેશની હોવાની ખુલાસો થયો છે. પોલીસે યુપીની ગેંગના કેટલાક લોકોની અટકાયત કરી છે. પોલીસની ૩થી ૪ ટીમોએ ઉત્તરપ્રદેશના ગાઝિયાબાદમાં ધામા નાખ્યા હતા. બોપલ પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.