ભાવનગર ખાતે માહી એએમસીએસ મોબાઇલ એપ્લિકેશન અને માહી ઇઆરપી સોફટવેર લોન્ચ કરવા યોજાયેલ સમારંભમાં કંપનીના ચીફ એક્ઝિક્યુટિવ ડો. સંજય ગોવાણીએ જણાવ્યુ હતું. તેમણે કંપનીના આઇ.ટી. વિભાગના કર્મચાસીઓને આ એપ્લિકેશન અને સોફટવેર તૈયાર કરવા બદલ અને કંપનીને આ ક્ષેત્રે પણ આત્મનિર્ભરતા તરફ દોરવા બદલ અભિનંદન આપ્યા હતા.આ પ્રસંગે કંપનીના ચીફ એક્ઝિક્યુટિવ ડો. સંજય ગોવાણીએ જણાવ્યુ હતું કે, આ સીસ્ટમ કાર્યરત થતા માહિતી ઝડપથી બી.એમ.સી./ સર્વર પર મોકલી શકાશે પરિણામે સહાયકોને દૂધ એકત્રિત કરી લીધા બાદ તેની માહિતી મોકલવામાં મુશ્કેલી પડતી હતી તે નિવારી શકાશે. આ ઉપરાંત, માહિતી સર્વર પર ઝડપથી નોંધાતા દૂધ ઉત્પાદક સદસ્યોને દૂધ સંપાદન અંગેની માહિતી ઝડપથી મળી શકશે. આ પ્રસંગે કપનીના એડવાઇઝર યોગેશભાઇ પટેલ, પ્રોકયોરમેન્ટ હૈડ જ્ઞાનેન્દ્ર વર્માએ પણ પ્રાસંગિક વકતવ્ય આપ્યું હતું. માહી ડેરી ભાવનગરના ડિસ્ટ્રીકટ ઇન્યાર્જ ડો. શાંતિલાલ રાંકે કાર્યક્રમની શરૂઆતમાં સ્વાગત પ્રવચન અને કાર્યક્રમ પૂર્ણ થતા આભારવિધિ કરી હતી.