આજના સમયમાં વિવિધ ક્ષેત્રોમાં પાણીનું ખૂબ જ મહત્વ રહેલું છે. જીવન જરૂરિયાત માટે પણ પાણીની ખૂબ જ જરૂરિયાત પડે છે. જ્યારે ખેડૂતોને વિવિધ પાક માટે પણ પિયત માટે પાણીની ખૂબ જ જરૂરિયાત પડતી હોય છે, ત્યારે ભાવનગર જિલ્લાની જીવાદોરી સમાન શેત્રુંજી યોજનાના સિંચાઈ ડેમનું પાણી છોડાતા ૧૨૨ ગામના ખેડૂતોને ફાયદો થયો છે.
આ ગામોના ખેડૂતો અને લોકોને પિયતનું પાણી મળી રહે છે. હાલ ખેડૂતો દ્વારા રવિ પાકનું વાવેતર કરવામાં આવ્યું છે. જેમાં ખાસ કરીને ઘઉં, ચણા, બાજરો, જુવારનું વાવેતર કરવામાં આવ્યું છે, જેમાં પાણીની ખૂબ જ જરૂરિયાત રહેતી હોય છે.
શેત્રુંજી સિંચાઈ ડેમનું પાણી છોડવામાં આવતા ૧૨૨ ગામના ખેડૂતોને પોતાના રવિ પાકમાં પિયત માટેનું પાણી મળી રહેશે, જેની ખુશી વ્યાપી ગઈ છે. આ પાણી છોડવાને કારણે કુલ ૧૧,૫૫૦ હેક્ટર જમીનને પિયતનો પૂરતો લાભ થશે. તેમજ આગામી એપ્રિલ મહિના સુધીમાં આપવામાં આવશે.
શેત્રુંજી સિંચાઈ યોજનામાંથી રવિ, ઉનાળુ સિંચાઈ માટે પાણી છોડવામાં આવ્યું છે. શેત્રુંજ્ય ડેમના ડાબા તથા જમણા કેનાલ મારફતે ભાવનગર જિલ્લાના પાલીતાણા, તળાજા, મહુવા અને ભાવનગરના ચાર તાલુકાની સાથે ઘોઘા તાલુકાના મળી કુલ ૧૨૨ ગામોમાં સિંચાઈનું પાણી આપવામાં આવશે. આ પાણી આગામી એપ્રિલ મહિના સુધી ૧૧,૫૫૦ હેક્ટર જમીનને આપી પિયતનો પૂરતો લાભ આપવામાં આવશે.
ભાવનગર જિલ્લાના ખેડૂતોને રવિ, ઉનાળો પિયત માટે મહત્તમ પાણી મળી રહે તે માટે શેત્રુંજી સિંચાઈ યોજના દ્વારા નહેર માટે પાણી છોડવામાં આવ્યું હતું. આગામી એપ્રિલ મહિના સુધીમાં ૧૧,૫૫૦ હેક્ટર જમીનને પિયતનો પૂરતો લાભ મળી રહેશે. તેમજ શેત્રુંજી ડેમના ડાબા તથા જમણા કેનાલ મારફતે ભાવનગરના પાલીતાણા, તળાજા, મહુવા અને ભાવનગરની સાથે ઘોઘા તાલુકાના ગામોમાં સિંચાઈનું પાણી આપવામાં આવશે.