ભાવનગર,તા.૦૧
ભાવનગર જિલ્લામાં હાથબ ગામે ફટાકડા ફોડતી વખતે ગાળો બોલવાની ના પાડતા ચાર શખ્સોએ છરીના ઘા મારી આધેડની હત્યા નિપજાવી છે. હત્યાનો બીજો બનાવ ભાવનગર શહેરના ઘોઘા રોડ પોલીસ સ્ટેશનના બાલયોગીનગર વિસ્તારમાં બન્યો છે. અહીં આવેલ સોમનાથ રેસિડેન્સી પાસે શિવરાજભાઈ લાખાણી પોતાના એક્ટિવા પર જઈ રહ્યા હતા તે વેળાએ ફટાકડા ફોડતા શખ્સોને દૂર ખસી જવાનું કહેતા બંને વચ્ચે બોલચાલી થતા ભાવિન અને અન્ય ત્રણ શખ્સોએ હુમલો કરતા શિવરાજભાઈનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. હત્યાનો ત્રીજો બનાવ ગંગાજળિયા પોલીસ મથક વિસ્તારમાં આવેલ ખારગેટ વિસ્તારમાં આવેલ ગજ્જરના ચોક પાસેનો છે. રાવણાં ઉર્ફે ફરદિન સાથે બે શખ્સો દ્વારા બોલચાલી થઈ હતી અને અને ઘર્ષણ થતાં બંને શખ્સોએ પાઇપ તથા છરી વડે રાવણા ઉર્ફે ફરદિનને શરીરના ભાગે ઈજાઓ કરતા લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.