મૂળ સ્વામિનારાયણ સંપ્રદાય વડતાલ દેશ શ્રી લક્ષ્મીનારાયણદેવ ગાદી પીઠાધિશ્વર પરમ પૂજ્ય ૧૦૦૮ આચાર્યશ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજની આજ્ઞાથી પ.પૂ. ૧૦૮ ભાવિ આચાર્યશ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજના સાનિધ્યમાં પિયાવા ગામે શાકોત્સવ યોજાયો હતો. આ શાકોત્સવમાં આજુબાજુના ૩૨ ગામોના હજ્જારો ભક્તો પિયાવામાં ઉપસ્થિત રહ્યા હતા. શાકોત્સવની પરંપરા ભગવાન સ્વામિનારાયણ વખતથી ચાલી આવે છે. આચાર્યશ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજના ૫૦મા જન્મોત્સવ નિમિત્તે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. પરમ પૂજ્ય ૧૦૮ શ્રી લાલજી મહારાજશ્રીની આજ્ઞાથી અન્ય વિવિધ સેવાકિય પ્રવૃત્તિઓ અવિરત ચાલતી જ હોય છે, જેમ કે ચોમાસામાં તાડપત્રી, શિયાળામાં બ્લેન્કેટ, બાળકોને નોટબુક વિતરણ કરવામાં આવે છે. આ ઉપરાંત
વૃક્ષારોપણના કાર્યક્રમો, માનવ સેવા માટે રક્તદાન અને જ્યારે કોઈ કુદરતી આફતો આવે ત્યારે ફૂડ પેકેટ, ટિફિન સહાય જેવી ઘણી બધી વિવિધ પ્રવૃત્તિઓ svg.rog/charity દ્વારા કરવામાં આવે છે.