ભુરખીયા હનુમાનજી દાદાના મંદિરે આજે તા. ૨૦નાં રોજ સવારના ૮ વાગ્યા થી બપોરના ૧૨-૩૦ સુધી લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી), ભુરખીયા હનુમાનજી મંદિર ( ટ્રસ્ટ ) અને સુદર્શન નેત્રાલય અમરેલીના સંયુક્ત ઉપક્રમે વિના મૂલ્યે નેત્ર નિદાન અને નેત્રમણી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. કેમ્પમાં રાહત ભાવે નંબરના ચશ્મા બનાવી અપાશે, આંખના દર્દીઓએ આધાર પુરાવા સાથે આવી, કેમ્પનો લાભ લેવા જણાવવામાં આવે છે.