ભેંસાણ તાલુકાના રફાળિયા ગામના ધોરણ ૧૧ માં અભ્યાસ કરતા વિદ્યાર્થી સત્યજીત ભરત સિંહ ચૌહાણે ત્રિપલ જમ્પમાં ૧૩ મીટરનો જમ્પ લગાવીને ગુજરાત રાજ્યમાં પ્રથમ ક્રમ મેળવી રાષ્ટ્રીય સ્તરે પહોંચ્યો હતો. નાના એવા રફાળિયા ગામમાંથી રાષ્ટ્ર કક્ષાએ પહોંચીને ગામ અને તાલુકાનું ગૌરવ વધાર્યું છે. ૧૧મા ધોરણમાં અભ્યાસ કરતા સત્યજીતે પોતાના pં શિક્ષક અને કોચ ગોલ્ડ મેડલિસ્ટ કાંતિભાઈ રાઠોડના સતત માર્ગદર્શનથી ત્રિપલ જમ્પમાં ગુજરાત રાજ્યમાં પ્રથમ આવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો ને રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં ઉત્તર પ્રદેશના લખનૌમાં આવેલ ગુરુ ગોવિંદ સિંહ યુનિવર્સિટી કોલેજ ગ્રાઉન્ડમાં યોજાયેલી સ્પર્ધામાં ભાગ લીધો હતો જેમાં પણ સારું એવું પર્ફોર્મન્સ આપીને સર્ટિફિકેટ મેળવ્યુ હતું. વિદ્યાર્થી રફાળિયા ગામે આવતા ગ્રામજનો દ્વારા ઢોલ નગારા સાથે સામૈયા કરીને સ્વાગત કરવામાં આવ્યું હતું.