રાજુલા વિસ્તારના વિવિધ પ્રશ્નોને લઈને આગેવાનોએ ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી કુવરજીભાઈ બાવળીયા સમક્ષ રજૂઆત કરી હતી. મુખ્યત્વે સિંચાઈ સુવિધાઓ અને સિંહોની રંજાડના મુદ્દાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. આગેવાનોએ પ્રથમ રામપરા-૨, ભાક્ષી અને જૂની માંડરડી ખાતે નવા ડેમ બનાવવાની માંગણી રજૂ કરી હતી. ઉપરાંત, રાજુલા વિસ્તારમાંથી જ્યાં જ્યાં સૌની યોજનાની પાઈપલાઈન પસાર થાય છે, ત્યાંથી ત્રણ કિલોમીટરની ત્રિજ્યામાં આવતા ચેકડેમો ભરવા માટે પણ રજૂઆત કરવામાં આવી હતી. આ તકે રાજુલા સહકારી ક્ષેત્રના આગેવાન જીગ્નેશભાઈ પટેલ, દેવાયતભાઈ લુણી, કુલદીપભાઈ વરુ, કરશનભાઈ ભીલ, કમલેશભાઈ મકવાણા, અરજણભાઈ વાઘ, સનાભાઈ વાઘ, સાગરભાઈ સરવૈયા, હિંમતભાઈ બલદાણીયા, સુરેશભાઈ વરુ, મંગળુભાઈ ધાખડા, રવિભાઈ ધાખડા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.