અઠવાડિયાના પહેલા ટ્રેડિંગ દિવસે સોમવારે મજબૂત શરૂઆત થયા બાદ શેર બજાર ગતિ જાળવી શક્યું નહીં. જ્યારે બજાર બંધ થયું ત્યારે સેન્સેક્સ-નિફ્ટી લાલ રંગમાં બંધ થયા. બીએસઈ સેન્સેક્સ ૨૧૭.૪૧ પોઈન્ટ ઘટીને ૭૪૧૧૫.૧૭ પોઈન્ટ પર બંધ થયો. તેવી જ રીતે,એનએસઇ નિફ્ટી ૯૨.૨૦ પોઈન્ટના ઘટાડા સાથે ૨૨૪૬૦.૩૦ પોઈન્ટ પર બંધ થયો. રિલાયન્સ, મહિન્દ્રા, ટાઇટન, ઝોમેટો જેવા શેરોમાં ઘટાડાને કારણે બજારમાં ઘટાડો થયો હતો. તમને જણાવી દઈએ કે એશિયન બજારોમાં મજબૂત વલણ અને પાવર સેક્ટરના શેરોમાં ખરીદીને કારણે, સોમવારે શરૂઆતના કારોબારમાં મુખ્ય શેર સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટી લીલા નિશાનમાં ખુલ્યા હતા.
૩૦ શેરો વાળા બીએસઇ સેન્સેક્સ ૩૨૪.૬૭ પોઈન્ટ વધીને ૭૪,૬૫૭.૨૫ પર ખુલ્યા. એ જ રીતે,એનએસઇ નિફ્ટી ૯૮.૪૫ પોઈન્ટના વધારા સાથે ૨૨,૬૫૦.૯૫ પર ખુલ્યો. સેન્સેક્સના શેરોમાં, પાવર ગ્રીડ, બજાજ ફાઇનાન્સ, બજાજ ફિનસર્વ, એનટીપીસી, હિન્દુસ્તાન યુનિલિવર, અદાણી પોર્ટ્‌સ, ભારતી એરટેલ, નેસ્લે ઈન્ડિયા, એચસીએલ ટેક્નોલોજીસ અને ઇન્ફોસિસમાં નોંધપાત્ર વધારો જાવા મળ્યો. શેરબજારના ડેટા અનુસાર, વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ શુક્રવારે રૂ. ૨,૦૩૫.૧૦ કરોડના ઇÂક્વટી વેચ્યા હતા. બીજી તરફ, સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ ૨,૩૨૦.૩૬ કરોડ રૂપિયાના શેર ખરીદીને એફઆઇઆઇને પાછળ છોડી દીધા. વૈશ્વિક તેલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ૦.૫૧ ટકા ઘટીને ૭૦ પ્રતિ બેરલ પર હતો.
જિયોજિત ફાઇનાન્શિયલ સર્વિસીસના રિસર્ચ હેડ વિનોદ નાયરે જણાવ્યું હતું કે, “વૈશ્વિક પ્રતિકૂળ પવનો બજારના સેન્ટિમેન્ટને અસર કરી રહ્યા છે. અમેરિકામાં બેરોજગારી દર અને ટેરિફ દરમાં વધારાથી અનિશ્ચિતતા વધી છે. આ સૂચવે છે કે નજીકના ભવિષ્યમાં અસ્થિરતા ચાલુ રહેવાની શક્યતા છે.” નાયરે જણાવ્યું હતું કે સ્થાનિક મેક્રોઇકોનોમિક ડેટા રોકાણકારો માટે ટૂંકા ગાળામાં સાવધાની સાથે ઓછા મૂલ્યવાળા શેર ખરીદવાનું શરૂ કરવાનું અનુકૂળ બનાવી રહ્યા છે. જ્યારે લાંબા ગાળા માટે આકર્ષક લાગે છે. એશિયન બજારોમાં મિશ્ર વલણ રહ્યું. બપોરના કારોબારમાં યુરોપિયન બજારોમાં ઘટાડાનો ટ્રેન્ડ જાવા મળ્યો હતો. શુક્રવારે વોલ સ્ટ્રીટમાં તેજી જાવા મળી હતી.