રાજુલા તાલુકાના કાગધામ મજાદર ગામે સોનબાઈ માના મંદિરના પટાંગણમાં પૂજ્ય સોનલ માનો ૧૦૧મો જન્મ મહોત્સવ ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો હતો. આ પ્રસંગે ભવ્ય શોભાયાત્રા, મહાપ્રસાદ અને લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત આઈ શ્રી મીણબાઈ મા, આઈ શ્રી અનુમા, પીપાવાવના મહંત મહેશ બાપુ,
જયવિરનાથ બાપુ, ઈશુદાન ગઢવી તથા પૂર્વ ધારાસભ્ય અમરીશભાઈ ડેર દ્વારા દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. આપના નેતા ઈશુદાન ગઢવીએ સોનલ માનું મહત્વ સમજાવ્યું હતું અને કવિ કાગબાપુના સાહિત્ય વિશે વિશેષ વાતો કરી હતી. ઈશુદાન ગઢવીએ કાગબાપુના લેખન સ્થળ અને ઐતિહાસિક મકાનની મુલાકાત લઈ રાજીપો વ્યક્ત કર્યો હતો.