મણિપુરમાં તાજેતરમાં શરૂ કરાયેલા ‘ફ્રી મૂવમેન્ટ’ અભિયાન દરમિયાન ફરી હિંસા ફાટી નીકળી છે. કુકી સમુદાયના વિરોધીઓએ બસો પર હુમલો અને પથ્થરમારો કર્યા બાદ અથડામણ થઈ હતી, જેમાં એક પ્રદર્શનકારીનું મોત થયું હતું અને અનેક સુરક્ષા કર્મચારીઓ ઘાયલ થયા હતા. આ ઘટના રાષ્ટÙપતિ શાસન હોવા છતાં રાજ્યમાં શાંતિ પુનઃસ્થાપિત કરવામાં આવતા પડકારોને ઉજાગર કરે છે.
એન બિરેન સિંહે મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપ્યા બાદ મણિપુરમાં રાષ્ટÙપતિ શાસન લાગુ છે. કેન્દ્ર સરકાર લાંબા સમયથી બે આદિવાસી જૂથો કુકી અને મેતેઈ વચ્ચે હિંસાની ઘટનાઓને રોકવા માટે એક પછી એક પગલાં લઈ રહી છે, પરંતુ મણિપુર ક્યારે આમાંથી મુક્ત થશે તે અનુમાન લગાવવું ખરેખર મુશ્કેલ છે. કારણ કે ફરી એકવાર મણિપુરમાં હિંસાની સ્થિતિ જાવા મળી છે. હિંસાના તાજેતરના ભડકામાં એક પ્રદર્શનકારીનું મોત થયું અને ૪૦ થી વધુ લોકો ઘાયલ થયા. આ ઘાયલોમાં ૨૭ સુરક્ષા કર્મચારીઓનો પણ સમાવેશ થાય છે. તેમાં કેટલીક સ્ત્રિઓ અને પુરુષો પણ છે. જ્યારે રાજ્યમાં નવો પરિવર્તન લાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, ત્યારે હિંસાની આવી ઘટનાઓ ખરેખર ચિંતાજનક છે.
રાજ્યપાલની અપીલ બાદ, માર્ચના પહેલા અઠવાડિયા સુધીમાં મણિપુરમાં શ†ો સમર્પણ કરવામાં આવ્યા. જ્યારે શરણાગતિનો સમય પૂરો થઈ ગયો, ત્યારે બીજા પગલા તરફ આગળ વધવાનું કામ શરૂ થયું. કેન્દ્ર સરકાર દ્વારા સૂચના આપવામાં આવી હતી કે ૮ માર્ચથી અહીં મુક્ત અવરજવર અભિયાન શરૂ થશે. સુરક્ષા દળોએ વિવિધ સ્થળોએ દરોડા પાડવાનું શરૂ કર્યું. આવી સ્થિતિમાં, આ ઝુંબેશના પહેલા દિવસે હિંસા અને આગચંપીની ઘટનાઓએ ઘણી સમસ્યાઓ ઊભી કરી.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તાજેતરમાં રાજ્યભરમાં લોકોની મુક્ત અવરજવરનો ?? આદેશ આપ્યો હતો. રાજ્યના કાંગપોકપી જિલ્લામાંથી બસ શરૂ થતાં જ કુકી વિરોધીઓએ પથ્થરમારો અને બસો પર હુમલો કરવાનું શરૂ કરી દીધું.
સુરક્ષા કર્મચારીઓએ તાત્કાલિક કાર્યવાહી કરી, પરંતુ ઘટનાએ ટૂંક સમયમાં મોટો વળાંક લીધો. કારણ કે વિરોધ કરી રહેલા ટોળાએ ઇમ્ફાલથી સેનાપતિ જિલ્લામાં જતી રાજ્ય પરિવહન બસને રોકવાનો પ્રયાસ કર્યો હતો. ગામગીફાઈ, મોટબુંગ અને કીથેલમેનબીમાં થયેલી અથડામણ દરમિયાન ઓછામાં ઓછા ૧૬ વિરોધીઓ ઘાયલ થયા હતા. બધાને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મણિપુરમાં, કુકી અને મૈતી સમુદાયના લોકો એકબીજાના વિસ્તારોમાં જતા નથી, તેથી મુક્ત અવરજવર પછી, તેમનામાં ઘણો ગુસ્સો જાવા મળ્યો.