મધ્યપ્રદેશના ઘણા વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર સિંગરૌલી અને આસપાસના જિલ્લાઓમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર સિંગરૌલી હતું અને તેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૩.૫ નોંધાઈ હતી.
નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ જણાવ્યું હતું કે સિંગરૌલી અને આસપાસના વિસ્તારોમાં બપોરે ૩ઃ૦૭ વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર સિંગરૌલીમાં જમીનમાં ૧૦ કિલોમીટરની ઊંડાઈએ હતું. ભૂકંપ હળવો હોવાથી કોઈ નુકસાન થયું ન હતું. જાકે, ભૂકંપના આંચકા અનુભવાતા જ ઘણા લોકો પોતાના ઘરો અને ઓફિસોમાંથી બહાર નીકળી આવ્યા હતા.
ગયા વર્ષે ઓક્ટોબરમાં મધ્યપ્રદેશના નર્મદાપુરમ જિલ્લામાં ૨.૮ ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો. ભારતીય હવામાન વિભાગના ભોપાલ કેન્દ્રના અધિકારી વીએસ યાદવના જણાવ્યા અનુસાર, ભૂકંપના આંચકા બપોરે ૧૨ઃ૪૮ વાગ્યે અનુભવાયા હતા. આ ભૂકંપને કારણે કોઈ જાનમાલનું નુકસાન થયું નથી.
પૃથ્વી ૧૨ ટેક્ટોનિક પ્લેટો પર ટકી છે. વૈજ્ઞાનિકોના મતે, આ પ્લેટો દર વર્ષે લગભગ ૪ થી ૫ મિલીમીટર પોતાનું સ્થાન બદલે છે. જ્યારે પૃથ્વીના ખડકો અચાનક તૂટી જાય છે અથવા ખસી જાય છે ત્યારે ભૂકંપ આવે છે. આ ઊર્જા ઉત્પન્ન કરે છે અને ભૂકંપના તરંગો ઉત્પન્ન કરે છે. આના કારણે પૃથ્વી ધ્રુજવા લાગે છે. ટેક્ટોનિક પ્લેટોની હિલચાલને કારણે ભૂકંપ અનુભવાય છે.