અમરેલી જિલ્લા સહકારી સંઘ અને સરદાર પટેલ ગ્રુપ દ્વારા ઈશ્વરીયા ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમનું આયોજન યુવા નેતા મનીષ સંઘાણીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. ૮ માર્ચ, ૨૦૨૫ના રોજ યોજાયેલા આ કાર્યક્રમમાં મહિલાઓની શક્તિઓને ઉજાગર કરવા અને સહકારી ક્ષેત્રમાં તેમની ભાગીદારી વધારવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. આ પ્રસંગે સંગીત ખુરશી, લીંબુ ચમચી અને ગ્લાસ જીત જેવી રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં મહિલાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ ઉપરાંત, મહિલા સહકારી સેમિનારનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, આ કાર્યક્રમમાં ૨૬૦ થી વધુ મહિલાઓએ ભાગ લીધો હતો, અને તમામ સહભાગીઓને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. રમતોમાં વિજેતા બનેલી મહિલાઓને યુવા નેતા મનીષ સંઘાણીના હસ્તે ઈનામો અને પ્રમાણપત્રો આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સંઘના એક્ઝિક્યુટિવ ભાર્ગવ ત્રિવેદી, રેખાબેન માવદીયા, સ્ટાઈ. સી.ઇ.આઇ. સાગર મહેતા, રૂપાલ સિસનાદા અને જીતુભાઈ ભાદોરીયાએ જહેમત ઉઠાવી હતી.