અમરેલી જિલ્લા સહકારી સંઘ દ્વારા યુવા નેતા મનીષ સંઘાણીના માર્ગદર્શન હેઠળ અમરેલી જિલ્લાની સહકારી મંડળીઓના ૪૦ મંત્રી, મેનેજર અને સદસ્યોને ન્યુ દિલ્હી એન.સી.યુ.આઇ. ખાતે પ્રશિક્ષણ હેતુ મોકલવામાં આવ્યા છે. જેનો યુવા નેતા મનીષ સંઘાણી અને એન.સી.સી.આઇ. નાં ડેપ્યુટી ડાયરેકટર સાવિત્રી સિંહની ઉપસ્થિતિમાં શુભારંભ કરવામાં આવ્યો હતો.
આ તાલીમ દરમિયાન અમરેલી જિલ્લાના સહકારી સદસ્યો અને મંત્રી, મેનેજરને સહકારીતાનાં વિવિધ વિષયો પર વિષય નિષ્ણાતો દ્વારા પ્રશિક્ષણ આપવામાં આવશે.
જેનાથી અમરેલી જિલ્લાની સહકારી ગતિવિધિને આગળ વધારવા વેગ મળશે.