આઇપીએલ ૨૦૨૫ ૨૨ માર્ચથી શરૂ થવા જઈ રહી છે. આ સિઝનની શરૂઆત કોલકાતા નાઈટ રાઈડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (ઇઝ્રમ્) વચ્ચેની મેચથી થશે. જ્યારે પંજાબ કિંગ્સ ૨૫ માર્ચે ગુજરાત ટાઇટન્સ સામે પોતાની પહેલી મેચ રમશે. શ્રેયસ ઐયર આ સિઝનમાં પંજાબ કિંગ્સનું નેતૃત્વ કરશે. મેગા ઓક્શનમાં પીબીકેએસ દ્વારા ઐયરને ૨૬.૭૫ કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. બાદમાં તેને આ સિઝન માટે કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યો. દરમિયાન,આઇપીએલ ૨૦૨૫ ની શરૂઆત પહેલા, શ્રેયસ ઐયરે કેટલીક એવી વાતો કહી છે, જેના વિશે હાલમાં ઘણી ચર્ચા થઈ રહી છે.
શ્રેયસ ઐયરે બેટિંગ દ્વારા ટીમ ઈન્ડિયાની ચેમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૫ ની જીતમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. હવે તે આગામી આઇપીએલ સીઝનમાં પણ આ જ ફોર્મ જાળવી રાખવા માંગશે. તાજેતરમાં, એક ઇન્ટરવ્યુ દરમિયાન, ઐયરને શોર્ટ બોલ સામે તેની નબળાઈ વિશે પૂછવામાં આવ્યું. આના જવાબમાં તેમણે કહ્યું કે કદાચ આવી છાપ ઉભી થઈ હતી અથવા તેઓ ટાઇપકાસ્ટ હતા. પરંતુ તે હંમેશા પોતાની શક્તિ અને ક્ષમતા વિશે જાણતો હતો અને તેને પોતાના પર વિશ્વાસ હતો. તમને જણાવી દઈએ કે, છેલ્લા ૮ વનડેમાં તેણે ચોથા નંબર પર ૫૩ ની સરેરાશથી રન બનાવ્યા છે. તેમણે કહ્યું કે, રમત બદલાતી રહે છે તેથી ખેલાડીઓએ સતત પોતાનું પ્રદર્શન સુધારવું પડે છે. મને ખુશી છે કે હું સકારાત્મક માનસિકતા સાથે રમી શક્્યો અને મારી પ્રક્રિયા પર વિશ્વાસ રાખ્યો.
શ્રેયસની કેપ્ટનશીપ હેઠળ,કેકેઆરે આઇપીએલ ૨૦૨૪ નો ખિતાબ જીત્યો અને પછી તેણે ભારતીય વનડે ટીમમાં વાપસી કરી. આ આઇપીએલ સિઝનમાં પંજાબ કિંગ્સનું નેતૃત્વ કરવા જઈ રહેલા શ્રેયસે કહ્યું કે તેણે આગામી સિઝન માટે પણ પોતાની પ્રક્રિયા સરળ રાખી છે. તેમણે વધારે વિચાર્યું નહીં અને પ્રામાણિકપણે કામ કરવાનું ચાલુ રાખ્યું. તેમને વિશ્વાસ હતો કે તેમની પ્રામાણિકતા અને કામગીરી તેમને બીજી તક આપશે. પીબીકેએસના કેપ્ટને કહ્યું કે આ તબક્કાએ તેમને ઘણું શીખવ્યું. તેણે પોતાની કુશળતા પર વધુ મહેનત કરી. તે પરિણામથી ખુશ છે કારણ કે તેણે તેમાં ઘણી મહેનત કરી છે. કોચ પ્રવીણ આમરે સરથી લઈને ટ્રેનર સાગર સુધી, બધાએ સખત મહેનત કરી. શ્રેયસે એમ પણ કહ્યું કે તે ચોથા નંબર પર બેટિંગ કરવામાં આરામદાયક અનુભવે છે. ચેÂમ્પયન્સ ટ્રોફીમાં, તેણે ભારત માટે સૌથી વધુ રન બનાવ્યા, પાંચ મેચમાં ૨૪૩ રન. જમણા હાથના બેટ્‌સમેનએ કહ્યું કે તેને લાગે છે કે તે ચોથા નંબર પર સૌથી વધુ આરામદાયક છે. ૨૦૨૩નો વર્લ્ડ કપ હોય કે ચેÂમ્પયન્સ ટ્રોફી, તેણે ચોથાનંબર પર બેટિંગ કરવાનો આનંદ માણ્યો છે.