(એ.આર.એલ),નવીદિલ્હી,તા.૨૪
બાંગ્લાદેશ સરકારે મંગળવારે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના હિંસાગ્રસ્ત બાંગ્લાદેશના અસહાય લોકોને આશ્રય આપવા અંગેના તાજેતરના નિવેદન સામે વાંધો નોંધાવ્યો હતો. તેમજ બાંગ્લાદેશ સરકારે નવી દિલ્હીને સત્તાવાર નોટ મોકલી છે. બાંગ્લાદેશના વિદેશ મંત્રી
આભાર – નિહારીકા રવિયા હસન મહમૂદે ભારત સરકારને મોકલેલી નોટમાં કહ્યું કે, ‘પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સાથે અમારો ખૂબ જ ગાઢ સંબંધ છે, પરંતુ અમે એ સ્પષ્ટ કરવા માંગીએ છીએ કે તેમના તાજેતરના નિવેદનોમાં ગૂંચવણનો ઘણો અવકાશ છે.
તમને જણાવી દઈએ કે મમતા બેનર્જીએ ૨૧ જુલાઈએ બાંગ્લાદેશમાં હિંસક વિરોધને પગલે કહ્યું હતું કે રાજ્ય તેના દરવાજા ખુલ્લા રાખશે અને પડોશી દેશના પીડિત લોકોને આશ્રય આપશે. એક રેલીમાં તેમણે કહ્યું કે જા અસહાય લોકો પશ્ચિમ બંગાળના દરવાજા ખટખટાવવા આવશે તો અમે તેમને ચોક્કસ આશ્રય આપીશું. તેમણે કહ્યું કે આ એટલા માટે છે કારણ કે મુશ્કેલીગ્રસ્ત વિસ્તારોને અડીને આવેલા વિસ્તારોમાં શરણાર્થીઓને સમાવવા માટે યુએનનો ઠરાવ છે.
મમતા બેનર્જીના નિવેદન બાદ પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝે તેમની પાસેથી રિપોર્ટ માંગ્યો છે. બોસે કહ્યું કે બાહ્ય બાબતોની સંભાળ રાખવી એ કેન્દ્રનો વિશેષાધિકાર છે. રાજભવન દ્વારા સોમવારે જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે વિદેશથી આવતા લોકોને આશ્રય આપવાની જવાબદારી લેતા મુખ્યમંત્રીનું જાહેર નિવેદન ખૂબ જ ગંભીર પ્રકૃતિનું બંધારણીય ઉલ્લંઘન દર્શાવે છે.તમને જણાવી દઈએ કે બાંગ્લાદેશમાં સરકારી નોકરીઓ માટે ક્વોટા સિસ્ટમમાં સુધારાની માંગ સાથે વિદ્યાર્થીઓ એક મહિનાથી વધુ સમયથી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. તે જ સમયે, છેલ્લા એક અઠવાડિયાથી, બાંગ્લાદેશની રાજધાની ઢાકા અને અન્ય સ્થળોએ વિરોધ પ્રદર્શનોએ હિંસાનું સ્વરૂપ લીધું છે. વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચેની હિંસક અથડામણમાં ઘણા લોકોના મોત થયા છે.