દામનગર સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી ભુરખિયા હનુમાનજી મંદિરે દૂરદૂરથી આવતા દર્શનાર્થીઓ માટે બાંદ્રા – મહુવા ટ્રેનને દામનગર સ્ટોપ આપવા પાલિકા પ્રમુખે રજૂઆત કરી હતી.
રજૂઆત મુજબ ટ્રેન દામનગર થઈને મહુવા જાય છે ત્યારે માત્ર દામનગર ખાતે સ્ટોપ મળે તો મુસાફરોને ભારે હાલાકીમાંથી મુક્તિ મળી શકે તેમ છે. ઉપરાંત ભુરખિયા હનુમાનજી દાદાના લાખો દર્શનાર્થીઓને પણ લાભ થશે. હાલ વારે તહેવારે અને દર પૂનમે આવતા શ્રદ્ધાળુઓને દામનગર રેલવે સ્ટેશનને બદલે ઢસા ઉતરવું પડે છે.
દામનગરમાંથી પસાર થતી મહુવા – બાંદ્રા ટ્રેનને દામનગર ખાતે સ્ટોપ ન હોવાથી અનેક મુશ્કેલીઓ પડે છે. આ પ્રશ્ને રેલવે મંત્રી, ડી આર એમ સૌરાષ્ટ્ર પેસેન્જર એસોસિએશન સહિતને લેખિત રજૂઆત કરવામાં આવી છે.