સાવરકુંડલા-લીલીયા વિસ્તારના અનેક વિદ્યાર્થીઓ આણંદ પાસે વલ્લભવિદ્યાનગર ખાતે અભ્યાસ કરે છે. રેલ વિભાગ દ્વારા મહુવા-સુરત-બાંદ્રા ટ્રેન ચાલુ કરવામાં આવેલ છે. હાલ ખાનગી બસ સંચાલકો તોતીંગ ભાડા વસુલતા હોય ત્યારે ટ્રેનમાં ખુબજ સસ્તી મુસાફરી થતી હોય છે. અમરેલી, સાવરકુંડલા, લીલીયા પંથકના હજારો વિદ્યાર્થીઓ વલ્લભવિદ્યાનગરમાં અભ્યાસ કરતા હોય મહુવા-સુરત ટ્રેનને આણંદ સ્ટોપ આપવામાં આવે તો વિદ્યાર્થીઓ અને વાલીઓને અવરજવર કરવામાં સરળતા રહે તે માટે અમરેલી જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ સુરેશભાઈ પાનસુરીયાએ રેલમંત્રી દર્શનાબેન જરદોશને લેખીતમાં રજૂઆત કરી છે.