ગુજરાતભરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન શરુ થઈ ગયું છે. ત્યારે મહેમદાવાદ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં વિવાદ સર્જાયો છે. મતદાન કેન્દ્ર પર પ્રિસાઈડિંગ ઓફિસર દારુ પીધેલી હાલતમાં ઝડપાયો છે. વોર્ડ નંબર ૫ના મતદાન મથક ૩ની ઘટના હોવાનું સામે આવ્યું છે.
વિરેન્દ્રસિંહ સુખાભાઈ બારીયા નામનો ઓફિસર પીધેલી હાલતમાં જાવા મળ્યો છે. મળતી માહિતી અનુસાર પીધેલો પ્રિસાઈડિંગ ઓફિસર ખેડા જિલ્લાની એક શાળામાં મદદનિશ શિક્ષક હોવાનું સામે આવ્યું છે.
આ સમગ્ર ઘટના ધ્યાને આવતા કલેક્ટરને જાણ કરવામાં આવી હતી. કલેકટરે ત્વરિત પ્રિસાઈડિંગ ઓફિસરને હટાવી દેવામાં આવ્યા છે. ખેડા એસીપીએ કાયદેસરની કાર્યવાહીનો આદેશ આપ્યો છે. મહેમદાવાદ પોલીસ મથકે ફરિયાદ દાખલ થશે.