મીઠાપુર ડુંગરી તાલુકા પંચાયત સીટની પેટાચૂંટણીને લઈને ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા મોરઝર ગામે ઝંઝાવાતી પ્રચાર કરવામાં આવ્યો હતો. ગુજરાત પ્રદેશ ભાજપ મંત્રી અને સાવરકુંડલાના ધારાસભ્ય મહેશભાઈ કસવાળા અને ધારાસભ્ય જે.વી.કાકડીયાની આગેવાનીમાં સઘન ચૂંટણી પ્રચાર યોજાયો, જેમાં ભાજપના કાર્યકરો અને સમર્થકો મોટી સંખ્યામાં જોડાયા હતા. આ પ્રચાર કાર્યક્રમમાં ઉમેદવાર મંગળુભાઈ વાળા ઉપરાંત તાલુકા ભાજપ પ્રમુખ મૃગેશભાઈ કોટડીયા, તાલુકા પંચાયત પ્રમુખ ઘનશ્યામભાઈ હીરપરા, પૂર્વ તાલુકા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી, જિલ્લા પંચાયત સદસ્ય ખોડાભાઈ ભુવા, તાલુકા પંચાયત સદસ્ય અનવરભાઈ લલીયા, બજરંગ ગ્રુપ પ્રમુખ પરેશભાઈ પટ્ટણી, માર્કેટીંગ યાર્ડના ડિરેક્ટર હર્ષદભાઈ રાવલ, ઉમેશભાઈ ધાંધલ, બગસરા તાલુકા પંચાયત ઉપ પ્રમુખ હસમુખભાઈ બાબરીયા, સદસ્ય અશ્વિનભાઈ કોરાટ, સરપંચ અરવિંદભાઈ ભેસાણીયા, ઝરપરા સરપંચ વશરામભાઈ સોલંકી, ભાજપ આગેવાન જયેશભાઈ ભેસાણીયા, બ્રીજેશભાઈ ભેસાણીયા તેમજ ગામના આગેવાનો અને મોટી સંખ્યામાં મતદાર ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા.