મહેસાણા જિલ્લાના ઉચરપી ગામ નજીક આજે એક ટ્રેનિંગ વિમાન અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. બ્લૂ રે નામની પ્રાઇવેટ એવિએશન કંપનીનું ટ્રેનિંગ વિમાન ખેતરમાં ક્રેશ થયું હતું. આ અકસ્માતમાં વિમાનમાં સવાર મહિલા ટ્રેઈની પાઈલટ ઘાયલ થઈ હતી. બ્લૂ રે એવિએશન કંપની
દ્વારા પાઈલટ માટે ટ્રેનિંગ આપવામાં આવી રહી હતી. ટ્રેનિંગ દરમિયાન વિમાન અચાનક ખેતરમાં ક્રેશ થયું હતું. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક તંત્ર અને પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયાં હતાં. ઘાયલ મહિલા પાઈલટને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.