બગસરાના માણેકવાડા ગામે ગ્રામસભામાં વીડિયો ઉતારવાની ના પાડતાં ગાળો આપી ઢીકાપાટુનો મુંઢ માર માર્યો હતો. બનાવ અંગે વિપુલભાઈ વજુભાઈ સાવલીયા (ઉ.વ.૪૭)એ સાગરભાઈ અરવિંદભાઈ પટોળીયા સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, ગ્રામ પંચાયત દ્વારા બોલાવવામાં આવેલી ગ્રામસભામાં આરોપી વીડિયો ઉતારતા હોવાથી તેમણે ના પાડી હતી. જેથી આરોપીએ ઉશ્કેરાઈ જાહેરમાં અશ્લીલ શબ્દો બોલવા લાગ્યા હતા અને ઢીકાપાટુનો મુંઢ માર મારીને જાનથી મારવાની ધમકી આપી હતી. બગસરા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ ડીટી બળસટીયા વધુ તપાસ કરી રહ્યા છે.