બિહારમાં આરાના ભોજપુરમાં એક માતાએ પોતાના શરાબી પુત્રને અદાલતથી સજા અપાવીને બતાવી દીધુ છે કે એક માતા સખ્ત નિર્ણય લેવાથી પણ ખચકાતી નથી.અદાલતે માતાની ફરિયાદ પર સુનાવણી કરી હતી તેમાં એક પુત્રને તેની માતા દ્વારા ફરિયાદના આધાર પર ટ્રાયલમાં પાંચ વર્ષની સશ્રમ કારાવાસની સાથે એક લાખ રૂપિયાનો દંડ પણ લગાવ્યો છે.

મામલો આરા શહેરના નગર પોલીસ સ્ટેશન વિસ્તારના શીતલ ટોલા મોહલ્લાનો છે. ૧૦ જુન ૨૦૨૧ના રોજ રામવતી દેવીએ પોતાના શરાબી પુત્રથી તંગ આવી નગર પોલીસ સ્ટેશનને ફોન કરી માહિતી આપી હતી રામવતીનો પુત્ર આદિત્ય રાજ ઉર્ફે બિટ્ટુ શરાબના નશામાં પોતાની માતા અને પિતાની સાથે મારપીટ કરી રહ્યો હતો. નગર પોલીસ સ્ટેશન પોલીસે તેની નશાની હાલતમાં ધરપરકડ કરી જેલમાં મોકલી આપ્યો હતો.

પીડિત માતાએ પોલીસને ફરિયાદ કરી હતી કે પુત્ર શરાબના નશામાં હંમેશા ઘરમાં આવી પૈસા છીનવી લે છે અને મારપીટ કરતો રહેતો હતો.માતાએ એ પણ આરોપ લગાવ્યો હતો કે પુત્ર તેમને જબરજસ્તી રૂમમાં બંધ કરી દેતો હતો. આ મામલામાં આરોપીની માતા રામાવતી દેવીએ સાક્ષી આપી આ સાથે પોલીસ તરફથી મઝહર હુસેન અને સામાજિક કાર્યકર્તા નીતાકુમારીએ પોતાનું નિવેદન અદાલતની સમક્ષ નોંધાવ્યું હતું શરાબી પુત્રના પક્ષમાં કોઇ પણ સામે આવ્યું નહીં દોસ્તો પણ સાથે આવ્યા નહીં.

ફરિયાદીના વકીલના જણાવ્યા અનુસાર રામાવતીએ પહેલા પણ પોતાના પુત્રની શરાબની લત છોડાવવા માટે હરસંભવ પ્રયાસ કર્યા હતાં તેઓ પુત્રને લઇ ડોકટરની પાસે પણ ગયા હતાં દવા પણ કરાવી હતી આમ છતાં પુત્રની શરાબની લત છુટી ન હતી અને પુત્રની હરકતો દિવસેને દિવસે વધતી જતી હતી આથી તંગ આવી માતાએ સખ્ત નિર્ણય લઇ તેની સામે ફરિયાદ નોંધાવી અને તેને સજા અપાવી