દિવાળી પર આવી રહેલી ‘ભૂલ ભુલૈયા ૩’માં લોકો આઇકાનિક બની ગયેલા આ ફિલ્મના ગીત ‘આમી જે તોમાર…’માં માધુરી દીક્ષિત અને વિદ્યા બાલન વચ્ચેની જે હરીફાઈ જાવા આતુર છે એ શુક્રવારે મીડિયાને લાઇવ જાવા મળી હતી.
ચર્ની રોડમાં આવેલા રાયલ આૅપેરા હાઉસમાં આ ગીતને, આ ગીતમાં જાવા મળનારી જારદાર કામ્પિટિશનને લાન્ચ કરવાની એક ઇવેન્ટ રાખવામાં આવી હતી.
જાકે આ પર્ફોર્મન્સ દરમ્યાન માધુરી સાથે નાચતી વખતે વિદ્યા સ્ટેજ પર પડી ગઈ હતી, પણ તેણે જબરી સમયસૂચકતા વાપરીને બેઠાં-બેઠાં નૃત્ય કરવાનું ચાલુ રાખીને જાણે કંઈ અજુગતું નથી બન્યું એવો અહેસાસ કરાવ્યો હતો. પછી તેણે ઊભી થઈને ફરીથી માધુરી સાથે જમાવટ કરી લીધી હતી. આ ઇવેન્ટમાં ફિલ્મનો હીરો કાર્તિક આર્યન પણ ઉપસ્થિત હતો.