પંજાબમાં પરાળ સળગાવવાના કેસ વધી રહ્યા છે. હવે કેસની કુલ સંખ્યા વધીને ૧૩૪૮ થઈ ગઈ છે. શુક્રવારે ૫૯ નવા કેસ નોંધાયા હતા. સરકારના દાવાથી વિપરિત, આ સિઝનમાં સ્ટબલ બાળવાના કેસોની કુલ સંખ્યા ગયા વર્ષ ૨૦૨૩ના રેકોર્ડને તોડવાની નજીક છે.ગત વર્ષે ૧૫ સપ્ટેમ્બરથી અત્યાર સુધીમાં પરાળ સળગાવવાના કુલ કેસ ૧૪૦૭ પર પહોંચી ગયા છે. જા કે, વર્ષ ૨૦૨૨ માં આ સમયગાળા દરમિયાન, ૨૧૮૯ સ્ટબલ સળગાવવાના કેસ નોંધાયા હતા. માહિતી અનુસાર, આ દિવસે પંજાબમાં વર્ષ ૨૦૨૨માં ૩૪૨ અને વર્ષ ૨૦૨૩માં ૧૮ કેસ નોંધાયા હતા.
પરાળ સળગાવવાની સમસ્યા પર મુખ્ય પ્રધાન ભગવંત માને કહ્યું કે, પરાઠા સળગાવવાની સમસ્યા માટે એકલા પંજાબને જવાબદાર ઠેરવી શકાય નહીં. કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કરતા સીએમ માને કહ્યું કે જા પીએમ યુક્રેનમાં યુદ્ધ રોકી શકે છે તો ધૂમાડો કેમ નહીં.
સીએમ માને કહ્યું કે, પરાળ સળગાવવાની સમસ્યા સમગ્ર ઉત્તર ભારતની સમસ્યા છે. આ માટે કેન્દ્ર સરકારે ખાસ કરીને વડાપ્રધાને સમગ્ર ઉત્તર ભારતીય રાજ્યોની બેઠક બોલાવીને ઉકેલ શોધવો જાઈએ. સીએમએ કહ્યું કે પંજાબના ખેડૂતો ડાંગર ઉગાડવા માંગતા નથી કારણ કે રાજ્યમાં ભૂગર્ભ જળનું સ્તર નીચે ગયું છે. રાજ્યના ખેડૂતો ડાંગરને બદલે વૈકલ્પીક ખેતી શોધી રહ્યા છે, પરંતુ આમાં એક મોટી સમસ્યા એ છે કે તેમને તેના પર યોગ્ય એમએસપી આપવામાં આવતું નથી.
માને કહ્યું હતું કે ખેડૂતોને પરાળ બાળતા રોકવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારોએ સંયુક્ત રીતે તેમને વળતર આપવું જાઈએ જેથી તેઓ આવું ન કરે. તેમણે કહ્યું – દિલ્હીમાં બેઠેલા ઘણા લોકો કહે છે કે પરાળ સળગાવવાથી પંજાબમાં પ્રદૂષણ છે, જ્યારે એનજીટીના એક પૂર્વ રિટાયર્ડ જ્સ્તાસે હાલમાં જ પોતાના આદેશમાં સ્પષ્ટ કર્યું હતું કે પંજાબમાં પરાળ સળગાવવાથી દિલ્હીમાં પ્રદૂષણ છે વાયુ પ્રદૂષણ નથી.
સતત સળગાવવાના કારણે પંજાબના છ શહેરોનો એકયુઆઇ શુક્રવારે પણ યલો ઝોનમાં રહ્યો હતો. આ પૈકી, મંડી ગોબિંદગઢમાં સૌથી વધુ ૧૭૪ એકયુઆઇ નોંધવામાં આવ્યો હતો, જ્યારે અમૃતસરમાં ૧૫૪, ભટિંડામાં ૧૧૫, જલંધરમાં ૧૧૦, ખન્નામાં ૧૦૯ અને પટિયાલામાં ૧૧૪ નોંધાયો હતો. જ્યારે લુધિયાણાનો એકયુઆઇ ૯૮ નોંધાયો હતો. આ એકયુઆઇ મધ્યમ શ્રેણીમાં છે. ડોકટરોના મતે, આ એકયુઆઇ શ્વાસ લેવામાં તકલીફ પેદા કરી શકે છે, ખાસ કરીને અસ્થમા, ફેફસા અને હૃદયના રોગોથી પીડિત દર્દીઓ માટે. શુક્રવારના રોજ, પંજાબમાં ૫૯ નવા કેસો સામે આવ્યા હતા, જેમાંથી સૌથી વધુ ૧૩ પટિયાલા જિલ્લાના હતા. તે જ સમયે, તરનતારનમાંથી ૧૧, સંગરુરમાંથી સાત, અમૃતસરથી છ, ભટિંડામાંથી એક, ફતેહગઢ સાહિબમાંથી બે, ફિરોઝપુરમાંથી પાંચ, ગુરદાસપુરમાંથી એક, જલંધરમાંથી બે, કપૂરથલામાંથી ત્રણ, લુધિયાણામાંથી બે, માનસામાંથી ચાર , મોગામાંથી એક , મુક્તસરથી એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.
પંજાબમાં અમૃતસર જિલ્લો પરળ બાળવામાં અગ્રેસર છે અને અત્યાર સુધીમાં કુલ ૪૨૩ કેસ છે. તરનતારનમાં ૨૮૫, સંગરુરમાં ૧૨૩, એસએએસ નગરમાં ૨૬, માલેરકોટલામાં ૨૩, પટિયાલામાં ૧૫૫, રૂપનગરમાં બે, એસબીએસ નગરમાં ત્રણ, મુક્તસરમાં બે, મોગામાં આઠ, માનસામાં ૨૫, લુધિયાણામાં ૨૭, કપૂરથલામાં ૬૧ , જાલંધરમાં ૧૫, ગુરદાસપુરમાં ૪૩, ફિરોઝપુરમાં ૮૧, ફાઝિલ્કામાં ૮, ફતેહગઢ સાહિબમાં ૨૪, ફરીદકોટમાં બે, ભટિંડા અને બરનાલામાં છ-છ કેસ નોંધાયા છે. પીપીસીબીના અધ્યક્ષ આદર્શ પાલ વિગના જણાવ્યા અનુસાર, પરાળ સળગાવવાના કેસોને રોકવા માટે ક્ષેત્રમાં સતત દેખરેખ રાખવામાં આવી રહી છે. તેમણે સ્વીકાર્યું હતું કે આગામી દિવસોમાં સ્ટબલ સળગાવવાના કિસ્સાઓ વધી શકે છે, પરંતુ બોર્ડ ખેડૂતોને સ્ટબલ બાળતા અટકાવવા પ્રયાસ કરશે. જા આ માટે કડકતા લેવી પડશે તો તે પણ કરવામાં આવશે. ખેડુતોને પણ પરસળ બાળવાથી થતા નુકસાન અંગે સતત જાગૃત કરવામાં આવી રહ્યા છે.