વડીયાના માયાપાદર ગામે દરબારગઢ પાસેથી પોલીસે જાહેરમાં જુગાર રમતાં ૭ ઈસમોને ઝડપી લીધા હતા. તેમની પાસેથી રોકડા રૂ.૧૦,૩૨૦ જપ્ત કરવામાં આવ્યા હતા. હુસૈનભાઇ મુસાભાઇ કાળવા, રફીકભાઇ જમાલભાઇ બાવનકા, નરેશભાઇ સુખાભાઇ પાડા, રજનીભાઇ કાંતિભાઇ રાજા, જયેશભાઇ નારાયણભાઇ કાબરીયા, જગુભાઇ હકુભાઇ જેઠવા, મનુસિંગ કલ્યાણસિંગ બચ્ચન જાહેરમાં પૈસા તથા ગંજીપત્તાના પાનાથી હારજીતનો જુગાર રમી રમતા રોકડ રકમ રૂ.૧૦,૩૨૦ તથા અલગ-અલગ દરના ટોકન નંગ-૮૨ સાથે ઝડપાયા હતા.
રાજુલામાંથી ૩ મહિલા જુગારી ઝડપાઈ, ૧ ફરાર
રાજુલાના ગોકુળનગરમાંથી પોલીસે ત્રણ મહિલાને ખુલ્લી શેરીમાં જાહેરમાં ગંજીપત્તાના પાના વડે હારજીતનો જુગાર રમતાં રોકડા રૂપિયા ૧૫૩૦ સાથે ઝડપી લીધી હતી, જ્યારે એક ફરાર થઈ ગઈ હતી. રાજુલા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એમ.પી.ગાજીપરા વધુ તપાસ કરી રહ્યા છે.