બહુજન સમાજ પાર્ટીમાં છેલ્લા કેટલાક સમયથી સતત ફેરફારો જાવા મળી રહ્યા છે. તાજેતરમાં, માયાવતીએ તેમના ભત્રીજા આકાશ આનંદને રાષ્ટ્રીય સંયોજક પદ સહિત તમામ પદો પરથી દૂર કર્યા હતા અને આકાશને તેમના ઉત્તરાધિકારી હોવાની ચર્ચાને પણ નકારી કાઢી હતી. આ પછી તેમણે આકાશ આનંદને પણ બસપામાંથી હાંકી કાઢ્યા. આ સમય દરમિયાન, માયાવતીએ તેમના ભાઈ આનંદ કુમારને રાષ્ટ્રીય સંયોજક બનાવ્યા હતા.
આકાશ આનંદનો મુદ્દો હજુ શાંત થયો ન હતો કે માયાવતીએ તેમના ભાઈ આનંદ કુમાર પાસેથી બસપાના રાષ્ટ્રીય સંયોજક પદની જવાબદારી પાછી લઈ લીધી. માયાવતીના ભાઈ આનંદ કુમાર હવે બસપાના રાષ્ટ્રીય સંયોજક રહેશે નહીં. જાકે, આનંદ બસપાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રહેશે. માયાવતીએ રણધીર બેનીવાલને નવા રાષ્ટ્રીયસંયોજક બનાવ્યા છે.
માયાવતીએ એકસ પર પોસ્ટ કરીને કહ્યું, ‘લાંબા સમયથી નિઃસ્વાર્થ સેવા અને સમર્પણ સાથે કામ કરી રહેલા અને તાજેતરમાં જ રાષ્ટ્રીય સંયોજક તરીકે પણ કાર્યરત બસપાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ આનંદ કુમારે પાર્ટી અને આંદોલનના હિતમાં કોઈ પદ પર કામ કરવાની ઇચ્છા વ્યક્ત કરી છે, જે આવકાર્ય છે.’ આવી સ્થિતિમાં, આનંદ કુમાર, બસપાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પદ પર રહીને, મારા સીધા માર્ગદર્શન હેઠળ પહેલાની જેમ જ પોતાની જવાબદારીઓ નિભાવતા રહેશે અને હવે તેમના સ્થાને યુપીના સહારનપુર જિલ્લાના રહેવાસી રણધીર બેનીવાલને રાષ્ટ્રીય સંયોજકની નવી જવાબદારી સોંપવામાં આવી છે. આમ, હવે શ્રી રામજી ગૌતમ, રાજ્યસભા સાંસદ અને રણધીર બેનીવાલ, બંને બસપા રાષ્ટ્રીય સંયોજક તરીકે, મારા માર્ગદર્શન હેઠળ દેશના વિવિધ રાજ્યોની જવાબદારીઓ સીધી રીતે સંભાળશે. પાર્ટીને આશા છે કે આ લોકો સંપૂર્ણ પ્રામાણિકતા અને નિષ્ઠા સાથે કામ કરશે. માયાવતી છેલ્લા ઘણા સમયથી પોતાના નિણર્યાેને કારણે સમાચારમાં છે.