રાજસ્થાન રોયલ્સના નિયમિત કેપ્ટન સંજુ સેમસન ઇંગ્લેન્ડ સામેની ટી ૨૦ શ્રેણીમાં ઘાયલ થયા હતા. આ કારણોસર, તે આઇપીએલ ૨૦૨૫ ની ત્રણ પ્રથમ મેચોમાં રાજસ્થાન રોયલ્સ માટે ઇમ્પેક્ટ પ્લેયર તરીકે રમશે અને તેમનું નેતૃત્વ કરશે નહીં. આવી સ્થિતિમાં આઇપીએલ ૨૦૨૫ ની પ્રથમ ત્રણ મેચ માટે રાજસ્થાન રોયલ્સનું નેતૃત્વ કરવાની જવાબદારી યુવાન રિયાન પરાગને સોંપવામાં આવી છે.
રાયન પરાગે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એકસ પર પોસ્ટ કરી અને લખ્યું કે તેને કેટલીક મેચોમાં નેતા તરીકે મોટી ભૂમિકા ભજવવી પડશે. હું આ પડકાર માટે તૈયાર છું. આ પછી, તેણે સંજુ સેમસન અને રાજસ્થાન રોયલ્સને પણ ટેગ કર્યા છે અને હૃદયનું ઇમોજી પણ મૂકયું છે. અત્યાર સુધીમાં ૬ ખેલાડીઓએ રાજસ્થાન રોયલ્સ માટે કેપ્ટનશીપની જવાબદારી સંભાળી છે. આમાં સંજુ સેમસન, શેન વોર્ન, રાહુલ દ્રવિડ, શેન વોટસન, સ્ટીવ સ્મિથ અને અજિંક્્ય રહાણેના નામનો સમાવેશ થાય છે. સંજુ સેમસનએ સૌથી વધુ ૬૧ મેચમાં રાજસ્થાનનું નેતૃત્વ કર્યું છે, જેમાંથી ટીમે ૩૧ મેચ જીતી છે અને રાજસ્થાનને ૨૯ મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. રિયાન પરાગ રાજસ્થાન ટીમનો સાતમો કેપ્ટન હશે.
રિયાન પરાગ ૨૦૧૯ થી આઇપીએલમાં રમી રહ્યો છે. અત્યાર સુધીમાં તેણે ૭૦ આઇપીએલ મેચોમાં ૧૧૭૩ રન બનાવ્યા છે, જેમાં ૬ અડધી સદીનો સમાવેશ થાય છે. આઈપીએલમાં તેનો સર્વોચ્ચ સ્કોર ૮૪ રન છે. આ ઉપરાંત, તેણે ભારતીય ટીમ માટે એક વનડે મેચ અને ૯ ટી ૨૦ આંતરરાષ્ટÙીય મેચ રમી છે.
રાજસ્થાન રોયલ્સ ટીમે અત્યાર સુધી ફક્ત એક જ વાર આઇપીએલનો ખિતાબ જીત્યો છે. તે પણ ૨૦૦૮ માં આઇપીએલની પહેલી સીઝનમાં. ત્યારબાદ રાજસ્થાનની ટીમ ટાઇટલ જીતી શકી નથી. સંજુ સેમસનની કેપ્ટનશીપ હેઠળ, રાજસ્થાને આઇપીએલ ૨૦૨૨ ની ફાઇનલમાં જગ્યા બનાવી હતી, પરંતુ પછી તેમને ગુજરાત ટાઇટન્સ સામે હારનો સામનો કરવો પડ્યો હતો.