રાખનાં રમકડાં
“ઓહ જ્યોતિ, જ્યોતિ…. ! હવે તું બસ કર. પહેલેથી જ આવી બધી જાણ તારે મને કરવી જોઇતી હતી. હવે મારે શું કરવું ? માની લઉં કે તું ખરેખર સાવ સાચી છે. પરંતુ હવે હું તો કયાંયનો… ન રહ્યો.”
“ જો દામલ, મેં અગાઉ પણ કહ્યું હતું એ તું યાદ કર: મારા ઘરના તમામ સગા-સંબંધીઓ, મા-બાપ, ભાઇ-બહેન કે પછી કોઇની માહિતી મને કયારેય પૂછવી નહીં. આવું મેં તને કહ્યું હતું કે નહીં…?”
“હા… હા.., તેં કહ્યું હતું એ બધું જ સાચું. પણ તારા લગ્ન…” દામલ આગળ બોલતા અટક્યો. કારણ કે જ્યોતિ વચ્ચે જ બોલવા લાગી: “મારાં લગ્ન થઇ ગયા હોય તો શું થયું ? એમાં તને શું ફેર પડે કે ફેર પડયો. કોઈ કુંવારી છોકરી જેટલો સાથ ન આપે તેટલો સાથ અને સહકાર તો મેં તને આપ્યો છે. અરે તેના કરતા પણ વધારે ધ્યાન તો મેં તારૂં રાખ્યું છે. મારાં લગ્નને બે વર્ષ ભલે થયા, પરંતુ જે મજા, જે આનંદ અને જે સુખ અને સંતોષ મેં તારામાંથી મેળવ્યો છે તેવો સંતોષ કે તેવી તૃપ્તિ મેં મારા પતિ પાસેથી આજ સુધી મેળવી નથી. તારા શરીરમાંથી, તારા પૂરેપૂરા વિકસિત થયેલા અંગના ધારદાર ધોધમાંથી મેં જે તત્વ મેળવ્યું છે, તેના સોમાં ભાગ જેટલું મારા બે વર્ષના ગાળામાં મેં મારા પતિ પાસેથી નથી મેળવ્યું. બસ…, આટલામાં તું બધું સમજી જો, એટલે તને નિરાંત થાય. એથી તો તારા પ્રત્યે મને અનહદ લાગણી ઉભરે છે અને એના પ્રભાવે ભરપૂર પ્રેમ મળે છે. એમને એમ કંઇ મારૂં આ આખું રૂપાળું શરીર હું તને થોડું આપી દઉં…!
“જા દામલ, તને હું સાવ સાચું કહું છું કે, મારે પતિ છે. લગ્ન પછી પત્ની તેના પતિને પરમેશ્વર માની પૂજે છે. પરંતુ… જા બધી રીતે પત્નીને પતિ સંતોષ આપતો હોય તો. કારણ કે સ્નેત્રી ફક્ત પૈસાની કે સારા ઘરની જરૂર નથી હોતી પરંતુ અમુક પ્રકારની ભૂખ સ્ત્રી શરીરને પણ હોય જ છે. એવી ભૂખ ન સંતોષાય તો… ? પતિને માત્ર પરમેશ્વર કહેવા પૂરતો શબ્દ બની જાય છે. ફકત લાગણી દર્શાવતો મંત્ર માત્ર બની જાય છે. હા, મને મારા પતિ પ્રત્યે અનહદ પ્રેમ તો છે જ. પરંતુ આનાથી કંઇક અંશે વિશેષ તો તું છે. મારો સાચો અને અણમોલ પ્રેમ તો તું જ છે. તને તો મેં દિલ ભરીને ખૂબ ખૂબ ચાહ્યો છે, અને હંમેશા ચાહતી રહીશ, એટલે તો મારૂં તમામ જોર, તમામ જોસ, તમામ તાકાત મેં તારી પાછળ સામે ચાલીને દિલથી વાપરી છે. તેથી… અત્યારે હું તને આમ ચિંતિત અને ઉદાસ જોઇ નથી શકતી, પરંતુ શું થાય ? આપણે હવે શું કરી શકીએ ? હું, તું અને મારો પતિ, મને લાગે છે કે આપણાં ત્રણેયની જિંદગી રાખનાં રમકડાં જેવી થઇ ગઇ છે ! તારી સામે હું જરાપણ ખોટું તો નહીં જ બોલું, જે છે તે સત્ય જ છે, અને સત્ય જ હંમેશાં સત્ય રહે છે.” આટલું બોલી જ્યોતિએ ઊંડો શ્વાસ લીધો. થોડીવાર દામલ સામે એકીટશે તે જાઇ રહી. પછી વળી તેણે બોલવાનું શરૂ કર્યું:
“દામલ…, આજે હવે હું તને મારા છૂપા રાજ વિશે વાત કરૂ છું: મારા લગ્ન રંગેચંગે અતિ ધામધૂમથી થયા. અઢળક ધનનો ખર્ચ થયો. મારો પતિ એટલે કે મારો કંથ વિજય સાવલિયા છે. એ જંગલ ખાતામાં આર.એફ.ઓ.ની પોસ્ટ પર છે. સરકારી નોકરી છે અને પગાર પણ ખૂબ જ સારો છે…” ત્યાં તો જ્યોતિને આગળ બોલતી અટકાવીને દામલ ઊભો થતાં બોલ્યો: “હું બાથરૂમ જઇ આવું, પાણી પી લઉં પછી તું તારી વાત આગળ ચલાવજે.”
આટલું બોલી દામલ બાથરૂમ તરફ ચાલ્યો ગયો. જો કે બાથરૂમ જવાનું તો તેનું એક બહાનું માત્ર હતું, હકીકતે તો થોડા સમય પહેલાં તેને એક સપનું આવેલું. એ સપનામાં જ્યોતિની પાછળ સાવ અડકીને એક યુવાન ઉભો હતો. તેણે જંગલ ખાતાના કર્મચારી પહેરે તેવો યુનિફોર્મ પહેરેલો હતો. એ ઊભેલા યુવાનને તેણે સપનામાં જોયો હતો. તેના ઉજળા ચહેરાની સ્પષ્ટ યાદ વધારે તાજા કરવામાં દામલે અત્યારે ખાસ્સો સમય બગાડયો. છતાં એ ચહેરો સાવ સ્પષ્ટ તો ન જ થયો. છેવટે પાણી પી લઇ દામલ વળી પલંગમાં ચડી ગયોને.. અધૂરી વાતને સારી રીતે સાંધતા જ્યોતિ પાછી આગળ બોલી:
“વિજય તેના માતા-પિતાનું એકનું એક સંતાન છે. આખા વિસાવદરમાં કોઇને નહીં હોય તેવો વૈભવશાળી અને અતિ આધુનિક સગવડતાવાળો બંગલો અમારો છે. અમારી નાતમાં મારા પતિનું ભારે પડતું નામ છે ને સાથે માન છે. તેમજ ઇજજત છે. એટલું જ નહીં, ગામડે ત્રણસો વીઘા પાણીવાળી જમીન પણ છે. આમ અમારી મિલકતનો તો કોઇ પાર જ નથી. અઢળક સંપત્તિ હોવા છતાં ઘરથી આટલે બધે છેટે, આટલે દૂર એક મામુલી શિક્ષક તરીકેની નોકરી મેં સ્વીકારી, શા માટે… ? તેનું મુખ્ય કારણ પણ મારા પતિદેવ જ છે. તેણે જ મને આ નોકરી સ્વીકારવા આગ્રહ કર્યો. મારૂં આવું કહેવું સાંભળી તને તો ખૂબ જ આશ્ચર્ય થશે. આ વિશે તારે વધુ સાંભળવું છે..? ” જ્યોતિએ દામલનો હાથ દબાવતાં પૂછયું. દામલે તેનું ડોકું હકારમાં હલાવ્યું, વળી પાછી જ્યોતિ બોલવા લાગી. (ક્રમશઃ)