ખાંભાના માલકનેસ ગામેથી પોલીસે પાંચ પત્તાપ્રેમીને ઝડપી લીધા હતા. પોલીસે રોકડા ૧૧,૪૫૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. સિકંદરભાઇ યુનુસભાઇ શેખ, વિપુલભાઇ નાથાભાઇ જાદવ, રાણીંગભાઇ ઉન્નડભાઇ ખુમાણ, ફીરોજખાં ઇસ્માઇલખાં પઠાણ તથા શામજીભાઇ ભીખાભાઇ જાદવ જાહેરમાં ગંજીપત્તાનાં પાના વડે પૈસાની હારજીતનો તીનપત્તીનો જુગાર રમતાં રોકડા રૂ.૧૧,૪૫૦ સાથે ઝડપાયા હતા. ખાંભા પોલીસ સ્ટેશનના એએસઆઈ બી.એમ. વાળા વધુ તપાસ કરી રહ્યા છે.