અમરેલી જિલ્લા પંચાયતના સદસ્ય વિપુલભાઈ દુધાત દ્વારા ધારાસભ્ય મહેશભાઈ કસવાલાને એક રજૂઆત કરવામાં આવી છે. આ રજૂઆતમાં સપ્ટેમ્બર-ઓક્ટોબર માસમાં થયેલા માવઠાના કારણે ખેડૂતોને થયેલા નુકસાન અંગે અને કપાસના ટેકાના ભાવ વધારવાની માંગ કરવામાં આવી છે. દુધાતે જણાવ્યું છે કે, સપ્ટેમ્બર-ઓક્ટોબર માસમાં થયેલા માવઠાના કારણે ખેડૂતોના પાક બરબાદ થઈ ગયા છે. કપાસ, સિંગ અને ચોમાસુ પાકો સહિતના પાકોને નુકસાન થયું છે. ખેડૂતોએ ખેડ, દવા, બિયારણ અને ખાતર જેવા ખર્ચ કર્યા હતા, જે પાછા મળ્યા નથી. આથી ખેડૂતો આર્થિક સંકટમાં મુકાયા છે. વિપુલભાઈ દુધાતે ધારાસભ્યને વિનંતી કરી છે કે, ખેડૂતોને થયેલા નુકસાનને ધ્યાનમાં રાખીને
કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવે અને કપાસના ટેકાના ભાવ વધારવામાં આવે તે માટે રજૂઆત કરી હતી.