ઉના ભાવનગર નેશનલ હાઈવે રોડ મીઠાપુર ગામની કેનાલ પાસે હાઈવે રોડ પરથી ટ્રક રજી. નં.GJ.૧૧.TT.૭૪૦૦ લઈને કોડીનાર સીમેન્ટ ફેક્ટરીથી સીમેન્ટ ભરી ભાવનગર તકડી રોડ ખાતે સીમેન્ટ ખાલી કરવા જતો હતો. આ વખતે ઉના-ભાવનગર નેશનલ હાઈ-વે રોડ મીઠાપુર ગામની કેનાલ પાસે હાઈ-વે રોડ પાસે પહોંચતા ટ્રકમા અચાનક અક્સ્માતે આગ લાગતા ટ્રકના પાછળના દસ ટાયર, ડીફરેશનનો ભાગ, જોટાનો ભાગ, બલ્કરનો ભાગ, ચેસીસનો ભાગ, બુસ્ટર કમાન્ડના રોડ, કમાનનો ભાગ, વાયરીંગ વિગેરે સળગી જવાથી ટ્રકમા આશરે રૂ.૬,૦૦,૦૦૦ નું નુકસાન થયું હતું.નાગેશ્રી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ વી એન પરમાર વધુ તપાસ કરી રહ્યા છે.