ચલાલાના મીઠાપુર (ડુંગરી) ગામે હાથ ઉછીના આપેલા પૈસા પરત માંગતા માથામાં કુહાડી મારી હતી તેમજ જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. બનાવ સંદર્ભે ભારતીબેન રાજુભાઇ ચારોલીયા (ઉ.વ.૩૫)એ મુકેશભાઇ મોતીભાઇ વાડદોરીયા, ભુરાભાઇ મોતીભાઇ વાડદોરીયા, મનસુખભાઇ વલ્લભભાઇ વાડદોરીયા તથા સંતોષ ઉર્ફે જેમુ વલ્લભભાઇ વાડદોરીયા સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, તેમના પતિ રાજુભાઇને મુકેશભાઈ મોતીભાઈ વાડદોરીયાએ બે માસ પહેલા હાથ ઉછીના પૈસા માંગ્યા હતા. જે આપ્યા નહોતા તેનો ખાર રાખીને કુહાડી વડે તેના પતિ રાજુભાઇને માથાના ભાગે એક ઘા મારી માથામાં હેમરેજ ફ્રેકચર કર્યું હતું. અન્ય આરોપીઓએ લોખંડના પાઇપમાં ફીટ કરેલ એક સાઇડ ધાર વાળા હથિયારના હાથાથી તેમને તથા સાહેદને શરીરે આડધેડ માર મારીને મુંઢ ઇજા કરી હતી. તેમજ ગાળો આપી, જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ચલાલા પોલીસ સ્ટેશનના પીઆઈ જી.આર. વસૈયા વધુ તપાસ કરી રહ્યા છે.