બગસરાના વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટ દ્વારા, મોટા લીલીયા તાલુકાના ઈગોરાળા ગામે, જરૂરિયાતમંદ પરિવારો માટે મેડિકલ સાધન સહાય આપવામાં આવી હતી. મુંબઈના જાણીતા દાતા કિશોરભાઈ હરીભાઇ દડીયા પરિવારના આર્થિક સહયોગથી ગામના ભોજલરામ મિત્ર મંડળ દ્વારા ભાવનગર, અમરેલી જિલ્લાની બોર્ડર ઉપર, સાવરકુંડલા, ગારીયાધાર અને મોટા લીલીયાની સરહદે આવેલા અંતરીયાળ વિસ્તારોમાં આ મેડિકલ સાધનોની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ સહાયના લોકાર્પણ કાર્યક્રમમાં ગ્રામજનો અને પ્રાથમિક શાળા પરિવાર ઉપસ્થિત રહેલ, તેમ ભોજલરામ મિત્ર મંડળના પ્રમુખ ચીમનભાઈ સાવલીયાની અખબારી યાદીમાં જણાવેલ છે. ‌‌