મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવી દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાથે સૌજન્ય મુલાકાત કરી હતી અને રાજ્યના વધુ સર્વાંગી વિકાસ અંગે તેમનું માર્ગદર્શન મેળવ્યુ હતુ. મુખ્યમંત્રી ભારત સરકારની પોર્ટ, શિપિંગ એન્ડ વોટરવેઝ મિનિસ્ટ્રી દ્વારા આયોજિત દ્વિ-દિવસીય ઈન્ડીયન મેરિટાઈમ હેરિટેજ કોન્કલેવ-૨૦૨૪ના ઉદઘાટન સત્રમાં સહભાગી થવા નવી દિલ્હી પહોંચ્યા હતા. તે દરમ્યાન તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે આ સૌજન્ય મુલાકાત કરી હતી.